શેરબજારમાં જોરદાર તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટનાં ઉછાળા સાથે થયો બંધ
શેરબજારમાં આજે તોફાની તેજી જોવા મળી હતી. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર બમ્પર ઉછાળા સાથે બંધ થયું હતું. આજે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 941.12 પોઈન્ટના ઉછાળા સાથે 74,671.28 પર અને NSE નિફ્ટી 223.45 પોઈન્ટના ઉછાળા સાથે 22,643.40 પોઈન્ટની સપાટીએ બંધ થયું હતું.
આજે બજારમાં ICICI બેંક, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક વગેરેના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે HCL ટેક્નોલોજી, અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, HDFC લાઈફ અને હીરો મોટોકોર્પ ટોપ લુઝર શેરોની યાદીમાં સામેલ છે.
અગાઉ, છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 26 એપ્રિલે ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 609.28 પોઈન્ટ અથવા 0.82 ટકાના ઘટાડા સાથે 73,730.16 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 150.40 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટીને 22,419.95 ના સ્તર પર બંધ થયો હતો.