સપ્તાહનાં અંતિમ દિવસે શેરબજાર કડાકા સાથે બંધ : સેન્સેક્સ 732 પોઈન્ટ તૂટયો
શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ-ટર્ન લીધો હતો. મજબૂતીથી શરૂ થયેલું શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 732.96 (0.98%) પોઈન્ટ ઘટીને 73,878.15ની સપાટી પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 172.33 (0.76%) પોઇન્ટના કડાકા સાથે 22,475.85 પર બંધ થયો હતો.
આજે સવારે મજબૂત દેખાઈ રહેલા સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉપરના સ્તરોથી સરકી ગયા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 1130 પોઈન્ટ ઘટીને 73,481 પર જ્યારે નિફ્ટી 296 પોઈન્ટ ઘટીને 22,351 પર બંધ થયો હતો.
બજારમાં સેલિંગ દરમિયાન, BSEના તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બજારમાં સેલિંગના કારણે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 404.48 લાખ કરોડ થઈ હતી. ભારતી એરટેલ, રિલાયન્સ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, નેસ્લે ઈન્ડિયા અને ટાટા મોટર્સના શેર બપોરના સત્રમાં 3.37% સુધી ઘટીને ટોપ લુઝર હતા. સેન્સેક્સમાં બજાજ ટ્વિન્સનો શેર 1.8 ટકા સુધી વધ્યો હતો. બજારની વધઘટ સાથે જોડાયેલ ઈન્ડિયા VIX, 11.6% વધીને 15.01ના સ્તરે પહોંચ્યો.