શેરબજારનો વર્તારો : સેન્સેક્સ લાખોમાં બોલાશે
શેરબજારના નિષ્ણાતો કહે છે કે યે તો અભી ઝાંખી હૈ પિક્ચર અભી બાકી હૈ
શેરબજાર ફુલ્લી ઓર્ગેનાઈઝડ બજાર છે અને તેના પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ રહ્યો છે :
એસ. આઈ. પી 19,000 કરોડને પાર થઈ છે
સેન્સેક્સ 75000 ની સપાટી વટાવી ચૂક્યો છે. આ તો હજી શરૂઆત છે એમ કહી શકાય કે, એ તો અભી ઝાંખી હૈ પિક્ચર અભી બાકી હૈ.અત્યારે જે રીતે તેજી જોવા મળી રહી છે તે જોતા આવનારા સમયમાં સેન્સેક્સ લાખ્ખોમાં બોલાશે.
ભારત જેવા દેશમાં 140 કરોડની વસ્તીમાં હજુ 8 થી 10% લોકોની પણ ભાગીદારી શેર બજારમાં જોવા મળતી નથી. જ્યારે અન્ય દેશોમાં આ આંકડો ક્યાંય વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને વિકસિત દેશોમાં આ આંકડો ખૂબ વધારે છે. ભવિષ્યમાં પણ 8 થી 10%ને બદલે 25%થી લઈને 50% લોકો પણ જો શેર બજારમાં કોઈ પણ પ્રકારે નાનું મોટું રોકાણ કરશે અથવા તો રોકાણ વધારશે તો સેન્સેક્સ લાખોમાં બોલાશે.
શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મહિને એસ.આઈ.પી માં 19,000 કરોડથી વધુ આવી રહ્યું છે. આ આંકડો ખૂબ જ મોટો થશે. આ રોકાણ પણ શેર બજારમાં ઠલવાઈ રહ્યું છે અને આગળ જતા ઠલવાશે.
આમ, જોવા જઈએ તો શેર બજાર એક ફૂલી ઓર્ગેનાઇઝડ બજાર છે .બીજી બજારો કરતા ટેકનોલોજી માં ઘણું આગળ છે. વિશ્વના અનેક દેશો કરતા ભારતના શેર બજારો ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ છે.
હવે તો શેર બજારમાં વેચેલા શેરોના નાણા 24 કલાકમાં મળી જાય છે. જે આગળ જતા સેઇ મ ડે મળી જશે એટલે કે રોકાણ છૂટું કરતા ફક્ત કલાકો થશે. આ બીજી બજારોમાં ક્યારેય શક્ય નથી સિવાય કે બેંકની ડિપોઝિટ.
બેંક ડિપોઝિટસ કરતા રિટર્ન પણ ખૂબ જ સારું શેર બજાર આપી રહી છે. શેર બજાર સિવાય ના કોમોડિટીઝ બજારોમાં પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નજીકના ભવિષ્યમાં અનેક નવા વાયદાઓ ભારત સરકાર શરૂ કરવા જઈ રહી છે.
શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર આગામી 10 વર્ષ શેર બજારના છે. અસંખ્ય આઈ.પી.ઓ આવશે. બજારમાં તેજીનું વાતાવરણ બનશે. vodafone idea જેવી કંપની પણ એફ.પી.ઓ લાવી રહી છે. દેશની કંપની ઓ બજારમાંથી નાણા એકત્ર કરવા પ્રાયમરી માર્કેટમાં એફ.પી.ઓ અને આઈ.પી.ઓ લાવશે અને શેરબજાર ની તેજી ભારતનું અર્થતંત્ર મજબૂત બનાવશે.
આગામી સમયમાં રોકાણકારો શેર બજારમાં રોકાણ વધારશે. લોકોનું શેર બજારનું અભિગમ બદલાઈ રહ્યો છે. અગાઉ શેરબજારને સટ્ટા બજાર ની જેમ જોવાતું હવે લોકો શેરબજારને એક રોકાણની દ્રષ્ટિએ જુએ છે અને રોકાણ કરવાના એક સારા ટુલ્સ તરીકે શેરબજારને જોઈ રહ્યા છે જે ખૂબ જ સારી વાત છે.
