જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝનો 17.07 કરોડનો એસએમઈ આઇપીઓ ૮મીએ ખુલશે
પ્રારંભિક જાહેર ઓફરમાં 74,22,000નો નવો ઈશ્યુ અને રૂ.ની નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે.
ઇન્ડસ્ટ્રીયલ ગાર્મેન્ટ્સ અને સેફ્ટી ગ્લવ્ઝના ઉત્પાદનના બિઝનેસમાં સંકળાયેલ તથા વૈશ્વિક અને ઘરેલું સ્તરે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) માર્કેટના અગ્રણી પ્લેયર જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિ. (જેએસઆઇએલ)નો એસએમઈ આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે 8 સપ્ટેમ્બર, 2023ના રોજ શુક્રવારે ખુલવા જઈ રહ્યો છે. કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂરી કરવા, કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક જામીનગીરી વગરની લૉનની પરત ચૂકવણી કરવા, જનરલ કૉર્પોરેટ હેતુ માટે અને પ્રોસ્પેક્ટસ મુજબ કેટલાક ખર્ચાઓને પહોંચી વળવા કંપનીનીયોજના આ એસએમઈ આઇપીઓ મારફતે રૂ. 17.07 કરોડ એકઠાં કરવાની છે.
આ પબ્લિક ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર, 2023 છે. જીવણરામના આ ઇશ્યૂને એફિનિટી ગ્લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ (એજીસીએમપીએલ) મેનેજ કરી રહી છે, જે સેબીમાં નોંધણી પામેલી કેટેગરી 1 મર્ચંટ બેંકર છે. કંપનીના શૅર એનએસઈ ઇમર્જ (NSE EMERGE) પ્લેટફૉર્મ પર સૂચિબદ્ધ થશે. કેમીયો કૉર્પોરેટ સર્વિસિઝ લિમિટેડ એ આ ઑફરના રજિસ્ટ્રાર છે અને ગિરિરાજ સ્ટોક બ્રોકિંગ પ્રા. લિ. એ આ ઇશ્યૂના માર્કેટ મેકર છે. તો શ્રીમતી અનુપમા પ્રકાશ મુખ્ય નાણાકીય અધિકારી છે.
આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગમાં 74,22,000નો નવો ઈશ્યુ અને રૂ.ની નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે, 23/- પ્રતિ ઇક્વિટી શેર, જે કુલ મળીને રૂ. 17.07 કરોડ થવા જાય છે. ઇક્વિટી શૅરનું અંકિત મૂલ્ય (ફેસ વેલ્યૂ) શૅર દીઠ રૂ. 10 છે અને ઇશ્યૂની કિંમત ઇક્વિટી શૅરના અંકિત મૂલ્યના 2.3 ગણી છે.અરજી ઓછામાં ઓછા 6,000 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 6,000 ઇક્વિટી શૅરના ગુણાંકમાં હોવી જોઇએ, જે અરજી દીઠ રૂ. 1.38 લાખ થવા જાય છે.
વધુ વિગતો જણાવતા જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આલોક પ્રકાશે જણાવ્યું હતું કે, ‘અમે ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો, નવીનીકરણ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વૈશ્વિક અને ઘરેલું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ માર્કેટમાં શ્રેષ્ઠતા લાવવા માટે કટિબદ્ધ છીએ.
આ ઇશ્યૂમાંથી થનારી આવકમાંથી કંપની રૂ. 2 કરોડનો ઉપયોગ કેટલાક ઋણની પરત ચૂકવણી/પૂર્વ-ચૂકવણી માટે કરશે, રૂ. 9.1 કરોડને કાર્યકારી મૂડી તરીકે ઉપયોગમાં લેશે અને રૂ. 3.2 કરોડ જનરલ કૉર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેશે. આ ઇશ્યૂ બાદ કંપનીની શૅર મૂડી વધીને રૂ. 24.74 કરોડ થઈ જશે, જે આ પબ્લિક ઇશ્યૂ પહેલા રૂ. 17.32 કરોડ હતી. પ્રમોટરો અને પ્રમોટરોનું જૂથ આ કંપનીમાં 99.996 ટકા હિસ્સો ધરાવે છે. આ આઇપીઓ બાદ પ્રમોટરોના જૂથ પાસે 70.01 ટકા હિસ્સો રહેશે.
શ્રી આલોક પ્રકાશ – એમડી, શ્રીમતી અનુપમા પ્રકાશ – સીએફઓ, શ્રી જ્ઞાન પ્રકાશ અને શ્રી આલોક પ્રકાશ (એચયુએફ) એ આ કંપનીના પ્રમોટરો છે.
જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે 3 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝની મદદથી દેશના ટોચના નિકાસકારો તરીકે તથા ભારત, 10 અન્ય દેશો અને 6 અન્ય રાજ્યોમાં ટેકનોલોજીની મદદથી સંચાલિત થતાં ટોચના સેફ્ટી સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ તરીકે વિકાસ સાધ્યો છે.