પ્રાયમરી માર્કેટ ફૂલગુલાબી તેજી : SME-IPOમાં ઐતિહાસિક ભરણા
દસ કરોડ રૂપિયાના આઇ.પી.ઓ માં 14385 કરોડ રૂપિયાનુ ભરણું મળ્યું
શેરબજારમાં સેકન્ડરી માર્કેટમાં મંદી પરંતુ પ્રાઇમરી માર્કેટમાં જોરદાર તેજી
અનેક આઇ.પી.ઓ ની વણઝાર સાથે ખૂબ જ ઊંચા લિસ્ટિંગ થઈ રહ્યા છે
શેર બજારમાં જોરદાર મંદી ચાલી રહી છે.દરરોજ સેન્સેક્સ અને નિફટી માં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ પ્રાઇમરી માર્કેટમાં મોટી તેજી થઈ રહી છે.આમ,શેર બજારમાં સેકન્ડરી માર્કેટ અને પ્રાઇમરી માર્કેટમાં સામસામા રાહ છે.હાલમાં મેઈન બોર્ડના પાંચ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્શન માટે ખુલ્લા છે. તો નવા ચાર મેઈન બોર્ડ આઇ.પી.ઓ પણ આવતા સપ્તાહ સુધીમાં આવી રહ્યા છે.
NACDAC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના એસ.એમ.ઇ આઇ.પી.ઓ ને 10 કરોડ ના ઇસ્યુ ની સામે 14,372 કરોડ નું ભરણું મળ્યું છે.આ એસ.એમ.ઇ આઇ.પી.ઓ કુલ 2,200 ગણો ભરાણો છે.રિટેલ રોકાણકારો દ્વારા 8,200 કરોડ રૂપિયા ઠાલવામા આવ્યા છે. એચ.એન.આઇ કેટેગરી 4,000 ગણા થી વધુ ભરાણો છે.
ફેડ રિઝર્વના ચેરમેનની સ્પીચ પછી બજારમાં કડાકો બોલાઈ ગયો છે.2025 માં ફક્ત બે જ રેટ કટ આવશે . આ વાત બજારને ગમી નથી. જ્યારે પ્રાઇમરી માર્કેટ સેકન્ડરી બજારની મંદીને અવગણીને ખૂબ ઊંચા પ્રીમિયમ થી નવા આઇ.પી.ઓને લિસ્ટિંગ કરાવી રહ્યું છે.
શેર બજારમાંથી રોકાણકારો શેર વેચી અને પ્રાઇમરી માર્કેટ તરફ વળી રહ્યા છે.સેકન્ડરી માર્કેટમાં રૂપિયા છૂટા કરી અને આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્શન મા રૂપિયા લગાવી રહ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક શેરબજારમાં મંદિ છવાઈ ગઈ છે.ત્યારે ભારતીય શેરબજારમાં પણ સેકન્ડરી માર્કેટમાં મંદી જોવા મળી રહી છે.છેલ્લા ઘણા સમયથી ચાલતી તેજીને બ્રેક લાગી છે.
શેરબજાર ના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર, શેરબજારની તેજી સરકારને પણ ફળી છે.એસ.ટી.ટીની આવક છેલ્લા નવ મહિનામાં 41,000 કરોડને પાર કરી ચૂકી છે.ડાયરેક્ટ ટેક્સના કલેકશનમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.ત્યારે આવનારા દિવસોમાં જો સેકન્ડરી માર્કેટમાં તેજી થશે તો એસ.ટી.ટી ની આવકમાં પણ જોરદાર ઉછાળો જોવા મળશે.
સામાન્ય રીતે આઇ.પી.ઓ ના ભરણા અનેક ગણા થઈ રહ્યા છે અને આઇ.પી.ઓની વણઝાર છે.ત્યારે સારા લિસ્ટીંગ ની શક્યતા જોતા શેરબજાર મા વોલ્યુમ માં વધારો થશે અને કંપનીઓના લિસ્ટિંગ ની દ્રષ્ટીએ પણ જોરદાર ઉછાળો જોવા મળશે, સાથોસાથ સરકારને પણ ટેક્સ ની આવક વધશે.