મુંબઈ સ્ટોક એક્ષચેન્જ, નેશનલ સ્ટોક એક્ષચેન્જને ગુજરાત લઈ જશે મોદી સરકાર
મહારાષ્ટ્રથી અલગ કરી,મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવશે: મહારાષ્ટ્ર કોંગી પ્રમુખ પટોળેનો દાવો
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોળેએ એવો દાવો કર્યો છે કે મોદી સરકાર મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવશે.મુંબઈ સ્ટોક એક્ષચેન્જ તથા નેશનલ સ્ટોક એક્ષચેન્જને ગુજરાત લઈ જવાશે.
સંસદનું ખાસ સત્ર એટલા માટે જ બોલાવાયું છે.
એમણે કહ્યું છે કે સંસદનું સત્ર સરકારના મૂળ પ્રમાણે ચાલે છે. મણિપુર માટે વિશેષ સત્ર બોલાવાયું નથી. કોવિદ માટે પણ વિશેષ સત્ર બોલાવ્યું નથી.
એમણે એવો દાવો પણ કર્યો છે કે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ અને નેશનલ સતક એક્ષચેન્જને ગુજરાત લઈ જવાશે. મોદી સરકારની આ યોજના આડે મહાવિકાસ આઘાડી સરકાર અવરોધક હતી. એટલા માટે જ સરકારને ગબડાવી દેવાઈ છે.
અત્રે ઊલલેખનીય છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે પણ તેનો એજન્ડા જાહેર કરાયો નથી. સરકારની આવી યોજનાઓ પાર પાડવા માટે જ ખાસ સત્ર બોલાવાયું છે.