વાહ .. અર્થતંત્ર વિષે રેટિંગ એજન્સીએ કેવી ગુલાબી વાત કરી ? વાંચો
દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સી એસ એંડ પીએ ભારતના અર્થતંત્ર પ્રતિ સંતોષ અને વિશ્વાસ પ્રગટ કર્યા છે. દેશના વિકાસ દરના અનુમાનમાં એજન્સીએ વધારો કરીને આગળના સમયમાં દેશ વધુ સધ્ધર થશે તેમ કહ્યું છે. અત્યારે અર્થતંત્ર સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.
એજન્સીએ નાણાકીય વર્ષ 2024 માટે દેશના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરીને એમ કહ્યું છે કે 6.4 ટકા જેટલી વૃધ્ધિ થવાની આશા છે. આ પહેલા એજન્સીએ 6 ટકાની આગાહી કરી હતી. આમ કેન્દ્ર સરકાર માટે પણ આ વધારાનું અનુમાન ઉત્સાહ પ્રેરક છે.
જો કે એજન્સીએ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી વૃધ્ધિ દર અનુમાન 6.9 ટકાથી ઘટાડી 6.4 ટકા કર્યું હતું. અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે દેશના વિકાસ દરના અનુમાનમાં વધારો કરવા પાછળનું કારણ એ છે કે અર્થતંત્રને ઘરેલુ સ્તર પર સારો ટેકો મળી રહ્યો છે. મોંઘવારી અને નબળી નિકાસ હોવા છતાં પણ અર્થતંત્રના વૃધ્ધિ દરમાં કોઈ નુકસાની થવાની નથી.
એજન્સીએ એવી ચિંતાજનક વાત પણ કરી છે કે નાણાકીય વર્ષ 2025 માં દેશના અર્થતંત્રમાં દબાણ જોવા મળી શકે છે. એનું કારણ એ છ કે ગ્લોબલ લેવલ પર ઘણા નબળા સંકેતો મળી રહ્યા છે.