દેશમાં યાત્રી વાહનોનું કેટલું વેચાણ ? જુઓ
દેશનું અર્થતંત્ર દરેક સેક્ટરમાં આગળ વધી રહ્યું છે અને ઉત્પાદનની ચાલ પણ સારી રહી છે ત્યારે વાહનોના વેચાણમાં પણ સંતોષકારક વધારો થઈ રહ્યો છે. દેશમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ એપ્રિલમાં વાર્ષિક ધોરણે 1.3 ટકા વધીને 3,35,629 યુનિટ થયું છે. ઉદ્યોગ સંગઠન સિયામે શુક્રવારે આ જાણકારી આપી હતી. . એપ્રિલ 2023માં વેચાણ 3,31,278 યુનિટ હતું.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ટુ-વ્હીલરનું જથ્થાબંધ વેચાણ ગયા મહિને 31 ટકા વધીને 17,51,393 યુનિટ થયું હતું, જે એપ્રિલ 2023માં 13,38,588 યુનિટ હતું.
એ જ રીતે થ્રી-વ્હીલરનું જથ્થાબંધ વેચાણ ગયા મહિને 14.5 ટકા વધીને 49,116 યુનિટ થયું હતું, જે એપ્રિલ 2023માં 42,885 યુનિટ હતું. આમ દરેક વિભાગમાં વાહનોનું વેચાણ અપેક્ષા મુજબનું જ રહ્યું છે અને રોજગાર પણ વધી રહ્યો છે. આ સેક્ટર સાથે સંકળાયેલા અન્ય હજારો લોકોને પણ રોજગાર મળી રહ્યો છે.
આગળના સમયમાં પણ વાહના વેચાણમાં આવી જ ઝડપ અને ગતિ રહેવાની કંપનીઓની ધારણા રહી છે. ખાસ કરીને નાના બિઝનેસમેનો અને નોકરિયાત વર્ગ દ્વારા વાહનો ખરીદ કરવામાં આવે છે અને પરિવહન સેક્ટર દ્વારા પણ ખરીદી ચાલુ રહે છે.