સોનાના ભાવમાં થયો વધારો : જાણો શું છે આજના ભાવ ??
સોના અને ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોના-ચાંદીના ભાવે લોકોના ચિંતામાં મુક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છેબુલિયન માર્કેટમાં આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે 13 મેના રોજ સોનું 72,490 રૂપિયા પર હતું, આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ 10 ગ્રામ ₹ 6,9280 અને 24 કેરેટ સોના પ્રતિ 10 ગ્રામ 72740 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 10,031 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા હતું, જે હવે 73,383 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 86,373 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે સોનાએ 17.06% વળતર આપ્યું
શુક્રવારે એમસીએક્સ એક્સચેન્જ પર સોનાની સ્થાનિક વાયદાની કિંમત 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. જો તમે આ વર્ષની શરૂઆતમાં સોનામાં પૈસા રોક્યા હોત તો અત્યાર સુધીમાં તમને સારું વળતર મળી ગયું હોત. સોનાએ આ વર્ષે અત્યાર સુધીમાં 17.06 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે.
મિસ્ડ કોલ દ્વારા જાણો સોનાની કિંમત
ભારતીય બુલિયન બજારોમાં સોનું ખરીદતા પહેલા, તમે સરળતાથી સોનાની કિંમત જાણી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે. થોડીક સેકંડ પછી તમને SMS દ્વારા સંપૂર્ણ માહિતી મળી જશે. તેનાથી તમારું તમામ ટેન્શન દૂર થઈ જશે. આ ઉપરાંત, તમે IBJA ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શહેર મુજબના સોના અને ચાંદીના દરો પણ ચકાસી શકો છો.