ટાટા ટેક્નોલોજીના આઇપીઓને બમ્પર રિસ્પોન્સ : પહેલા જ દિવસે ૨૫ લાખ અરજી
શેરબ્રોકરોને ત્યાં લાઈન ઇન્વેસ્ટર્સની લાઈન લાગી બેન્કોમાં કામકાજ વધી ગયું
ટાટા ટેક્નોલોજીs ના આઇપીઓ ને લઈને રોકાણકારો માં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે પહેલા જ દિવસે શેર મેળવવા માટે ૨૫, ૦૩, ૨૭૮ લોકોએ અરજી કરી છે. આ ઐતિહાસિક આઇપીઓ માં નાણા રોકવા માટે શેર બ્રોકર્સ ને ત્યાંથી અરજીના ફોર્મ લેવા માટે લાઈનો લાગી હતી અને બેન્કોનું કામ પણ વધી ગયું હતું.
આઇપીઓ પહેલી જ કલાક માં ઓવર સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. આઇપીઓ ના પ્રથમ કલાક માજ સાડા ચાર લાખ લોકો એ શેરો મેળવવા અરજી કરી દીધી હતી.
ટાટા ટેક્નોલોજી નો ૩૦૪૨ કરોડ નો આઇપીઓ ભરવા માટે અને શેરો મેળવવા માટે જે રીતે રોકાણકારો આતુર છે. તે જોતા આઇપીઓ અનેક ગણો ભરાશે તેમા કોઈ શંકા નથી .આઇપીઓ/ક્યુઆઈબી ક્વોટા/સ્માલ એચએનઆઈ ક્વોટા અને બિગ એચએનઆઈ ક્વોટા ઉપરાંત રિટેઇલ ક્વોટા અને શેરહોલ્ડર્સ ક્વોટા માં પૂર્ણ ભરાઇ ગયો છે. પ્રથમ કલાકમાજ્ દરેક ક્વોટા માં આઇપીઓ ભરાઈ ગયો છે. જે ટાટા ગ્રુપ માં લોકોનો વિશ્વાસ બતાવી રહ્યો છે.
આઈપીઓ માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ આઈપીઓ આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. આ આઈપીઓમાં 475 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે અને શેરની ફેસ વેલ્યૂ બે રૂપિયા છે. અપર પ્રાઈસ બેન્ડ પર ટાટા ટેક.ના આઈપીઓમાં 3042 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. છેલ્લે બે દાયકા અગાઉ ટાટા જૂથ દ્વારા ટીસીએસનો આઈપીઓ આવ્યો હતો જેમાં લાંબા ગાળાના ઈન્વેસ્ટરોને જંગી ફાયદો થયો હતો.
ટાટા જૂથની ગ્લોબલ એન્જિનિયરિંગ સર્વિસિસ કંપની ડિજિટલ સોલ્યુશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી છે. આ આઈપીઓ 22 નવેમ્બરથી ખુલ્યો છે અને 24 નવેમ્બર, શુક્રવારે બંધ થશે. આ એક ઓફર ફોર સેલ (ઓએફએસ) છે જેમાં 60,850,278 શેર વેચવામાં આવશે.
કોનું કેટલું ભરણું
ક્યુઆઈબી- ક્વોલીફાઈડ ઇન્સ્ટીટયુશન -૪.૦૮ ગણો
બીએચએનઆઈ – બીગ એચ.એન. આઈ. -૧૨ ગણો
એસએચએનઆઈ- સ્મોલ એચ.એન.આઈ.- ૧૧.૧૮ ગણો
રીટેઈલ ઇન્વેસ્ટર્સ ક્વોટા – ૫.૫૩ ગણો
ઈમ્પ્લોયીઝ ક્વોટા- ૧.૧૪ ગણો
શેર હોલ્ડર્સ વગેરે ૫.૬૧ ગણો
કુલ ૬.૦૯ ગણો
ગ્રે માર્કેટ પ્રીમિયમ
ટાટા ટેક્નોલોજિસ માટે ગ્રે માર્કેટમાં સોદા શરૂ થઈ ગયા છે. હાલમાં આ શેર 355 રૂપિયાથી વધારે ગ્રે માર્કેટ પ્રીમિયમ ધરાવે છે. આ શેરની અપર પ્રાઈસ બેન્ડ 500 રૂપિયાને ધ્યાનમાં લેવામાં આવે તો ટાટા ટેક.ના શેર 855ના ભાવે લિસ્ટ થશે તેવી ગ્રે માર્કેટને અપેક્ષા છે. એટલે કે લિસ્ટિંગના દિવસે જ સીધો 71 ટકાનો નફો થવાની સંભાવના છે. જોકે, ગ્રે માર્કેટ અને વાસ્તવિક બજારભાવ સાથે ઘણી વખત કોઈ સંબંધ નથી હોતો. ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર એટલું દર્શાવે છે કે રોકાણકારો આ ઈશ્યૂ માટે ચોક્કસ વધારે રકમ ચૂકવવા તૈયાર છે.