બીટકોઈનનો ભાવ સર્વોચ્ચ સપાટીએ 1 બિટકોઇન = 94000 યુએસ ડોલર
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બીટકોઈનમાં
અભૂતપૂર્વ તેજીનું વાવાઝોડું ફૂંકાયું છે. બુધવારે એક તબક્કે એક બીટકોઈન નો ભાવ 94,616 અમેરિકન ડોલર થઈ ગયો હતો. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ દ્વારા BAKKT નામની ક્રિપ્ટો ટ્રેડિંગ કંપની હસ્તગત કરી રહ્યા હોવાના અહેવાલોને પગલે બીટકોઈનનો ભાવ સળગ્યો હતો.
યુએસની ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી ક્રિપ્ટો માર્કેટ માં તેજીનો દૌર શરૂ થયો છે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને બીટકોઈન હબ બનાવવાનું વચન આપ્યું હતું. એ પણ ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટો કરન્સીની ગ્લોબલ માર્કેટ વેલ્યુ ત્રણ ટ્રીલીયન ડોલરને આંબી ગઈ છે.
મેં મોટાભાગની મૂડી બીટકોઈનમાં રોકી છે: રોબર્ટ એફ. કેનેડી (જુ)
અમેરિકાના નિયુક્ત આરોગ્ય મંત્રી રોબર્ટ એફ કેનેડી (જુનિયારે) તેમની મોટાભાગની મૂડીનું બીટકોઈનમાં
રોકાણ કરી હોવાનું જણાવ્યું હતું. બીટકોઈનને તેમણે ‘કરન્સી ઓફ ફ્રીડમ’ ગણાવી હતી. તેમણે તેમના તમામ સંતાનો માટે બીટકોઈન ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. એપ્રિલ 2024 માં તેમણે જવાબદારી નક્કી કરવા માટે તેમજ પારદર્શિતા માટે અમેરિકાનું આખું બજેટ ઓન ચેન્જ કરવાની હિમાયત કરી હતી.