સંઘર્ષની ભૂમિ પર ઉગેલું વિરાટ વટવૃક્ષ
અરિહંત ઈન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ ગુજરાતના ૩૦૦૦થી વધુ રોકાણકારોને સમૃધ્ધિના શિખરે પહોંચાડનાર સફળ બિઝનેસમેન
સેવા ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર સૌને સાથે રાખીને ચાલનારા શ્રી મેહુલભાઈ રવાણી
રોકાણ કરવાનો વિચાર મનમાં જ્યારે જ્યારે આવે ત્યારે એવો ભય પણ સતાવતો હોય કે આપણું રોકાણ જગ્યાએ તો થયું છે ને અને શું રોકાણ કર્યા બાદ ઉત્તમ રિટર્ન આપણને મળશે ? અહીં તો માત્ર બે પ્રશ્નો રજૂ થયા છે આવા તો હજારો પ્રશ્નો લોકોને રોકાણ કરતા પહેલા પોતાના મનમાં ઉદ્ભવે છે. પરંતુ રાજકોટમાં એક એવી ફર્મ કાર્યરત છે જે રોકાણકારોના તમામ પ્રશ્નોનો સુખદ સમાધાન કરે છે અને તેમને રોકાણના એક નહીં પરંતુ અનેક આયામો પ્રદાન કરે છે. વાત થઈ રહી છે રાજકોટના અરિહંત ઈન્વેસ્ટમેન્ટની…
એક એવા બિઝનેસમેન કે જેમણે રોકાણ ક્ષેત્રે પોતાની સુઝબુઝ, દીર્ઘદૃષ્ટિ, લક્ષસિધ્ધિ, સુચારૂ વહીવટ જેવા મુળભૂત વિચારોને અનુસરીને રાજકોટ સૌરાષ્ટ્રના ૩ હજારથી વધુ રોકાણકારોને એસઆઈપીના માધ્યમથી સમૃધ્ધ કર્યા છે, તેમનો હેતુ માત્ર રોકાણકારને સમૃધ્ધ કરવાનો છે પરંતુ રોકાણકાર પોતાના સ્વપ્નને પૂર્ણ કરે પોતાના ધ્યેયને સિધ્ધ કરે અને રોકાણના માધ્યમથી રોકાણકારના જીવનમાં સમૃધ્ધિરૂપે સંપત્તિનું આગમન થાય તેમનો મુખ્ય ધ્યેય છે. આવા સુંદર વિચારોથી વરેલા બિઝનેસમેન અને અરિહંત ઈન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર શ્રી મેહુલભાઈ રવાણી.
આ સંઘર્ષથી સફળતા સુધીના સમયગાળામાં શ્રી મેહુલભાઈ રવાણીએ ૨૧મી સદીના નૂતન પ્રભાતે મેં વર્ષ ૨૦૦૦ની સાલમાં અરિહંત ઈન્વેસ્ટમેન્ટની સ્થાપના કરી. જેમાં અમે પોસ્ટલ સેવિંગ સ્કીમ, હેલ્થ ઈન્સ્યોરન્સ, એકસીડન્ટ ઈન્સ્યોરન્સ, લાઈફ ઈન્સ્યોરન્સ, ટેક્સ સેવિંગ બોન્ડ, ફિક્્સ ડિપોઝિટ, ઓલ મ્યુચ્યુઅલ ફંડ્સ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ, જઈંઙ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ જેવી સેવાઓ લોકોને પ્રદાન કરવાની શરૂઆત કરી. મારા ૨૩ વર્ષના અનુભવમાં મેં નિહાળ્યું કે લોકો ખૂબ જ મહેનતુ છે અને પોતાના પરિવારને સુયોગ્ય જીવન મળી રહે એ માટે નિરંતર મહેનત કરતા રહે છે પરંતુ ૨૧મી સદીનો આ યુગ હાર્ડવર્કનો નહીં સ્માર્ટ વર્કનો છે. એવું શું કરવું કે આવકનો નવો સ્ત્રોત ઉભો થાય ? રોકાણ થકી ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ મળે ? સ્વપ્ન, ગોલ, લક્ષ્યો, ધ્યેય આ તમામ સિધ્ધ થઈ શકે ? તેનો એક જ જવાબ છે SIP
SIP એટલે સિસ્મેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની-નાની બચતમાંથી મોટી મૂડી ઉભી કરી ાકાય. આ કહેવતને એસઆઈપી રોકાણ દ્વારા સાચી ઠેરવી શકો છો. જેમાં દર મહિને નજીવા રોકાણની શરૂઆત લાંબાગાળે વેલ્થ ક્રિએટ કરી આપી છે. SIP નો અર્થ છે મ્યુચ્યુઅલ ફંડમાં સમયાંતરે રોકાણ કરવું. આના દ્વારા તમે સાપ્તાહિક, માસિક કે ત્રિમાસિક અંતરાલમાં રોકાર કરી શકો છો. આજના સમયમાં શું ખરા અર્થમાં લોકો આર્થિક રીતે સ્વતંત્ર છે કે કેમ તે અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં ૯.૨ ટકા લોકોએ એવું કહ્યું કે તેઓ દવા મુક્ત છે એટલે તેઓ આર્થિક સ્વતંત્ર છે. જ્યારે SIPટકા એવા લોકો છે કે તેઓએ કહ્યું કે તેમની પાસે પુષ્કળ સંપત્તિ છે ખર્ચ કરવા માટે જે તેમના માટે આર્થિક સ્વતંત્રતા છે. જ્યારે બાકીના ૮૩.૩ ટકા એવા છે જેઓ નાની-નાની બચત કરે છે પણ ક્યારેય છૂટ્ટા હાથે પૈસા વાપરી નથી શકતા…
આમ, આ સર્વે જણાવે છે કે ૮૮.૩ લોકો સ્વતંત્ર તો છે પણ રોકાણ અને બચત કરવાની બાબતોમાં પરતંત્ર છે. આ વાતને એક ઉદાહરણ સમજીએ.., તમારા સંતાનને તમે એક રૂમમાં ૧૨ વર્ષ માટે બેસાડી ધ્યો છો. તેને જેટલી પણ જરૂરિયાત છે એ બધી જ પેલા રૂમમાં ઉપલબ્ધ કરો છો, વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોને ૧૨ વર્ષ સુધી અભ્યાસ માટે બુક કરી લ્યો છો અને બધા તમારા સંતાનને ઘરે આવીને અભ્યાસ પૂરો પાડશે.. તો શું તમારો દીકરો ૧૨ વર્ષ પછી હોશિયાર બનીને આવશે ? કે તેનો પૂર્ણ વિકાસ નહીં થાય. જો તમારો જવાબ હા હોય તો મિત્રો પૈસાનું પણ આવું જ છે. તેને એક જગ્યાએ સ્ટોર કરી રાખશો તો તે વધશે પણ નહીં અને તેનો ક્રમિક વિકાસ નહીં થાય. જેમ તમે પરતંત્ર બનીને તમારી જ મૂડીથી તમારા પૈસા થકી રોકાણ ન કરી આવા સમયે એસઆઈપી તમને તમારા ગોલ સુધી પહોંચવામાં મદદ કરે છે. રોકાણ કરવાનું વિચારતા લોકો માટે એસઆઈપી યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું તે સૌથી પ્રચલિત પધ્ધતિ છે. તમે તમારી પસંદના મ્યુચ્યુઅલ ફંડમાં તમારી અનુકુળતા અનુસાર અલગ-અલગ હપ્તા ભરીને નિશ્ચિત રકમ એકત્ર કરી શકો છો. જે લોકો શેરબજારમાં ડાયરેક્ટ રોકાણ કરવા ઈચ્છતા નથી, તે લોકો માટે એસઆઈપી ખૂબ જ સારો વિકલ્પ છે.
શેરબજારની વોલેટાલિટી, રિઅલ એસ્ટેટ ક્ષેત્રની તેજી અને કોમોડિટીમાં આવી રહેલા ઉછાળાનો લાભ લેવા માટે નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. નિયમિત બચત અને લાંબા ગાળે સલામત વળતરની અપેક્ષાએ એસઆઈપી સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ લોકપ્રિય બન્યું છે. માસિક બચત યોજના કે રિકરિંગ ખાતાની જેમ જ એસઆઈપીમાં નાણા ભરવાના હોવાથી રોકાણકારોને આર્થિક બોજ પડતો નથી. ત્રણ વર્ષ અગાઉ મોટાભાગની બેંકો અને નાણાસંસ્થાઓએ એસઆઈપી યોજનાની શરૂઆત કરી હતી. આજે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેના સૌથી વધુ લોકપ્રિય માધ્યમ તરીકે એસઆઈપી આગળ વધી રહ્યું છે. પાછલા એક વર્ષમાં જ એસઆઈપીમાં ૨૫૦ ટકાની વૃધ્ધિ થઈ છે. સમગ્ર દેશમાં એસઆઈપીના ૪૦ લાખથી વધુ એસઆઈપી થઈ છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો એક લાખ કરતાં પણ વધુ છે.
અમે છીએ રોકાણકારોને સમૃધ્ધ કરવા કટિબધ્ધ
શ્રી મેહુલભાઈ રવાણીએ રાજકોટની જનતાને અપીલ કરી હતી કે, અમે ગુજરાતના દરેક રોકાણકારોને સમૃધ્ધ કરવા કટિબધ્ધ છીએ આ માટે અમારે માત્ર તમારા ફાઈનાન્સિયલ પ્લાનિંગનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. એકવાર અચૂક ઓફિસની મુલાકાતે આવો જ્યાં આપના ફાઈનાન્સિયલ પ્લાનિંગ અંગે અમે વિગતવાર છણાવટ કરીશું અને આપનું યોગ્ય માર્ગદર્શન કરી સમૃધ્ધિના દ્વારે આપને પહોંચાડીશું.
રોકાણકાર બનવા માટે આપણું સમૃધ્ધ હોવું જરૂરી નથી પરંતુ સમૃધ્ધ બનવા માટે રોકાણકાર બનવું જરૂરી છે
સિંગર, એન્કર અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ત્રિવેણી સંગમ
ઉલ્લેખનીય એ છે કે શ્રી મેહુલભાઈ રવાણી અખઋઈં રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે અને રોકાણના ક્ષેત્રમાં પોતાના રિસર્ચના આધારે તેઓ રોકાણકારોને સમૃધ્ધ તો કરે છે. આ ઉપરાંત તેઓ રાજકોટની મનોરંજન પ્રિય જનતા માટે સમયાંતરે હેમુ ગઢવી નાટ્યગૃહમાં મ્યુઝિક નાઈટનું પણ આયોજન કરે છે. જેમાં તેઓ પોતાના લયબધ્ધ ગાયન અને ઉત્તમ ઉદ્ઘોષણાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
અરિહંત ઈન્વેસ્ટમેન્ટને મળેલા એવોર્ડ્સની યાદી
અરિહંત ઈન્વેસ્ટમેન્ટ દ્વારા રોકાણકારોને સમૃધ્ધ કરવાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન કરવામાં આવ્યું છે. શ્રી મેહુલભાઈ રવાણીના નેજા હેઠળ અરિહંત ઈન્વેસ્ટમેન્ટ દ્વારા રોકાણકારો સાચું, સચોટ અને નક્કર માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું છે. જેના થકી રોકાણકારોના સપનાઓ સાકાર થયા છે. અરિહંત ઈન્વેસ્ટમેન્ટની આવી નેત્રદીપક કામગીરીને વિવિધ કંપનીઓ દ્વારા અને સમૂહ માધ્યમો દ્વારા બિરદાવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના તમામ મીડિયામાં નિયમિતપણે અરિહંત ઈન્વેસ્ટમેન્ટ દ્વારા યોજાતા સેમિનાર, સેવાકીય કાર્યો અને આનુષાંગિક કામગીરીની નોંધ પણ લેવામાં આવે છે. અરિહંત ઈન્વેસ્ટમેન્ટને મળેલા એવોર્ડની યાદી તો ખૂબ જ લાંબી છે પરંતુ અહીં ચુનંદા એવોર્ડને રજૂ કરવામાં આવે છે.
૧) ૯૪.૩ MYFM (જીયો દિલ સે) તરફથી બેસ્ટ ઈન બીઝનેસ એવોર્ડ ૨૦૨૦
૨) CAMS યલમય ૩૬૦ એવોર્ડ
૩) કોટક મ્યુચ્યુઅલ ફંડ
૪) એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ
૫) ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ
૬) ICICIPRU ચેરમેન સર્કલ એવોર્ડ
આગામી સમય રોકાણકારો માટે ફળદાયી બનશે
રોકાણકારો સાથેની વાતચીતમાં મેહુલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયે રોકાણકારો માટે એવી અનેક સ્કીમ શરૂ થઈ રહી છે તેના માધ્યમથી તેઓ પોતાના સમૃધ્ધિના સ્વપ્નને સિધ્ધ કરી શકશે. એસઆઈપી થકી સ્વપ્ન સિધ્ધિના સૂત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા ઈચ્છતા રોકાણકારો અરિહંત ઈન્વેસ્ટમેન્ટની ઓફિસની મુલાકાત લઈ શકે છે અને અવશ્ય આ અભિનવ સ્કીમનો હિસ્સો બની પોતાના સ્વપ્નને સાકાર કરી શકે છે. તો આજે આપની ચાલુ SIPમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સંપર્ક જરૂર કરશો. અરિહંત ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ નં.૩૦૧ ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્હીંગ, જ્યુબેલી ચોક, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, ગાંધી મ્યુઝિયમની સામે, રાજકોટ, સંપર્ક: ૯૮૨૫૮ ૮૨૫૭૯, ૦૨૮૧-૨૨૨૬૮૭૮.
સેવા ક્ષેત્રમાં પણશ્રી મેહુલભાઈ રવાણી અગ્રેસર
મેહુલભાઈ રવાણી દ્વારા માત્ર વ્યવસાય પર પુરું પ્રાધાન્ય આપવામાં નથી આવતું પરંતુ તેઓ વ્યવસાય ઉપરાંત સેવા ક્ષેત્રમાં પણ પુરતું યોગદાન આપે છે. તેઓ કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય કાર્યોની આહલેક જગાવે છે. જેમાં તેમના દ્વારા સરકારી શાળાઓને દત્તક લેવામાં આવી છે અને આ શાળાઓને જરૂરી તમામ આનુષાંગિક સુવિધાઓ મેહુલભાઈ રવાણી પ્રદાન કરે છે અને નિયમિત રીતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટથી માંડીને જરૂરી તમામ ચીજોને મેહુલભાઈ પહોંચાડતા રહે છે. નોંધનીય છે કે, સેવાકીય કાર્યોની આહલેક જગાવ્યા બાદ ઘણી સંસ્થાઓને નાણાંભીડ સર્જાય છે પરંતુ શ્રી મેહુલભાઈ રવાણી દ્વારા એક પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. મેહુલભાઈ રવાણી પોતાના પરિશ્રમના પ્રસવેદ થકી જ લોકસેવાનું ઉદત કાર્ય કરે છે. તેમણે સમાજસેવાના દરેક પાસા ઉપર પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણથી માંડીને વૃધ્ધાશ્રમ સુધી સેવાનો વ્યાપ વધાર્યો છે. લોકોને ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મળી રહે અને છેવાડાના માનવી સુધી પણ આરોગ્ય એવાઓ પહોંચે તે માટે મેહુલભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. જીવદયાના સિધ્ધાંતને વળગી રહીને માનવોની સાથે સાથે તેમણે મૂક પશુઓની પણ કાળજી લીધી છે.
- મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણો બજારનાં જોખમોને આધિન હોય છે.