ઈ કોમર્સ, રિટેલ, એફએમસીજી અને લોજિસ્ટિક સેક્ટરમાં યુવાવર્ગને બખ્ખા થશે
દેશના ઈ-કોમર્સ, રિટેલ, એફએમસીજી અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં નોકરીઓની ભરમાર થવાની છે. આ ક્ષેત્રની કંપનીઓ નવેમ્બર સુધીમાં મોટા પાયે ભરતી માટે તૈયારી કરી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર સુધીમાં સાત લાખ કામદારોને નોકરી આપવામાં આવી શકે છે. ફ્લિપકાર્ટ તહેવારોની સિઝનમાં 1 લાખ નોકરીઓ આપી શકે છે.
ટીમલીઝ સર્વિસિસના હાયરિંગ આઉટલૂક રિપોર્ટ અનુસાર, મહત્તમ ભરતી દક્ષિણ ભારતમાં થવાની અપેક્ષા છે, જ્યાં 4 લાખ કામદારોને નોકરી આપવામાં આવી શકે છે. આમાં પણ બેંગલુરુમાં 40 ટકા, ચેન્નાઈમાં 30 ટકા અને હૈદરાબાદમાં 30 ટકાની મહત્તમ ભરતી અપેક્ષિત છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નોકરીઓ ગીગ વર્કર્સ (કામદારો કે જેઓ ઘરે-ઘરે જઈને ખોરાક અથવા સામાનનો સપ્લાય કરે છે) માટે હશે. ગિગ વર્કર્સની સૌથી વધુ માંગ દક્ષિણ ભારતમાં છે. જો કે, ટિયર 2 અને ટાયર 3 શહેરોમાં પણ ગીગ કામદારોની વધુ માંગ છે. જેમાં કોઈમ્બતુર, કોચી અને મૈસુરનો સમાવેશ થાય છે.
નવી નોકરીઓ વોશરહાઉસ કામગીરી માટે 30 ટકા, લાસ્ટ માઇલ ડિલિવરી પર્સન માટે 60 ટકા અને કોલ સેન્ટર કામદારો માટે 10 ટકા હશે. ગયા વર્ષની સરખામણીમાં ગીગ જોબ્સમાં 25 ટકાનો વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં 30 ટકા વધુ ભરતીની અપેક્ષા છે.