2023માં શેરબજારમાં ભારતીય નાણાકીય સંસ્થાઓએ 181000 કરોડ ઠાલવ્યા
- -દર મહિને અધધધધ ૧પ૦૦૦ કરોડનું રોકાણ
- -૨૦૨૪માં સેન્સેક્સ ૮૦ હજાર અને નિફ્ટી ૨૪ હજારની સપાટી કુદાવશે એવી ધારણા
વિદેશી નાણાકીય સંસ્થાઓ ર૦ર૩ માં ૧૬૦૦૦ કરોડના શેરો ભારતીય શેર બજારમાં વેચી ગઈ છે.
શેરબજારમાં હવે નાના રોકાણકારોની ભાગીદારી વધતી જાય છે.
ર૦ર૩ ના કેલેન્ડર વર્ષમાં ભારતીય નાણાકીય સંસ્થાઓએ ૧૮૧૦૦૦ કરોડ રૂપિયા ભારતીય શેરબજારમાં ઠાલવ્યા છે. જેની સરેરાશ મહિને ૧પ૦૦૦ કરોડ રૂપિયાની રહી છે. નાના – નાના રોકાણકારો પણ શેરબજારમાં તેજી જોઈ રહયા છે. પ્રાયમરી માર્કેટમા પણ તેજી થઈ રહી છે. ર૦ર૪ ના નાણાકીય વર્ષ્ાના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ ખુબ સારા આવવાની શકયતા બજાર જોઈ રહયુ છે. માર્ચ પહેલા ડીસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પુરા કરવા ભારત સરકાર ઘણાબધા ઓ.એફ.એસ. પણ લાવી શકે છે. ઉપરાંત ર૦ર૪ મે માં ચુંટણી હોય ઘણીબધી અગત્યની જાહેરાતો પણ સરકાર ધ્વારા અપેક્ષિત છે. ર૦ર૪ માં વિદેશી નાણાકીય સંસ્થાઓ જો ભારતીય શેરબજારમાં નાણા ઠાલવશે તો આ તેજીમાં પેટ્રોલ છાંટવા જેવુ કામ કરશે અને આગ ઝરતી તેજી બજારમાં જોવા મળશે.
આવનારા દિવસોમાં અસંખ્ય કંપનીઓ હજારો કરોડના આઈ.પી.ઓ., એફ.પી.ઓ બજારમાં લાવશે. રોકાણકારને સારી-સારી કંપનીમાં રોકાણની તકો પણ મળશે. આ વર્ષ્ા લોકસભાની ચુંટણીનું હોય, સરકાર ધ્વારા પુર્ણ બજેટ જાહેર નહિ થાય પરંતુ વોટ ઓફ એકાઉન્ટસ રજુ કરાશે. નવી સરકારની રચના પછી બજેટ જાહેર થશે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં જે રીતે રોકાણ વધી રહયુ છે ઉપરાંત લમ્પસમ્પ એસ.આઈ.પી. ધ્વારા જે રોકાણ આવી રહયુ છે તે જોતા આવનારા વર્ષમાં નાણાકીય સંસ્થાઓ આશરે મહિને રપ૦૦૦ કરોડ રૂપિયા ભારતીય શેરબજારમાં ઠાલવશે અને કદાચ ૩૦૦૦૦૦ કરોડ રૂપિયા ર૦ર૪ ના કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારમાં ઠાલવશે.
લોકસભાની ચુંટણી પુર્ણ થયા પછી સેન્સેક્સ ૮૦૦૦૦ ની સપાટી કુદાવે તેવી શકયતા છે જયારે નીફટી પણ ર૪૦૦૦ થી રપ૦૦૦ ની સપાટી વટાવે તેવી શકયતા બજાર જોઈ રહયુ છે.