શેરબજારમાં સુનામી: રોકાણકારોના ૮ લાખ કરોડ રૂપિયા ધોવાયા
શેરબજારમાં આજે ફરી એક વખત મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ લગભગ ૧૦૫૦ પોઈન્ટ કરતા વધારે ઘટીને ૭૦,૩૭૦ પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૧,૩૦૦ની સપાટી નજીક છે. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સૌથી વધારે ઘટાડો થયો છે. આ ઘટાડા માટે પ્રોફીટ બુકિગને જવાબદાર માનવામાં આવે છે.
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ ૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલ ઘટીને ૩૬૬ લાખ કરોડ પર આવી ગઈ હતી. એટલે કે રોકાણકારોને એક દિવસમાં ૮ લાખ કરોડનું નુકસાન થયું છે. બજારમાં બેન્કિગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. એફએમસીજી અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.