જુલાઈમાં જીએસટી કલેકશન 1.65 લાખ કરોડ
પાછલા માસ કરતાં 11 ટકા વધુ રહ્યું, સરકારની તીજોરી છલકાઈ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
જીએસટી કલેકશન માટે જુલાઈનો મહિનો સરકાર માટે ફરી ફાયદાકારક સાબિત થયો છે . જુલાઈમાં કલેક્શન 1.65 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે . જે પાછલા માસ કરતાં 11 ટકા વધુ રહ્યું છે અને આમ સરકારની તીજોરી છલકાઈ ગઈ છે .
ઈનડાયરેક્ટ ટેક્સ વ્યવસ્થા લાગુ થયા બાદ કલેક્શન સતત પાંચમી વખત 1.6 લાખ કરોડથી વધુ રહ્યું છે . નાણા મંત્રાલયના બયાન મુજબ જુલાઇ માસમાં જીએસટી કલેક્શન ખૂબ જ સારું રહ્યું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને કામગીરી બરાબર ચાલી રહી છે .
એવી માહિતી અપાઈ છે કે જુલાઈમાં કલેક્શન કૂલ રૂપિયા 1,65,105 કરોડ રહ્યું છે . જેમાં કેંદ્રિય જીએસટીના રૂપિયા 29,773 કરોડ તેમજ રાજ્ય જી એસટી રૂપિયા 37,623 કરોડ રહ્યા હતા. એ જ રીતે ઊપ કર રૂપિયા 11,779 કરોડ રહ્યું હતું .
આમ સરકારની તીજોરી છલકાઈ છે અને કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે જ વેપારીઓ અને તંત્ર વાહકોના ઊતસાહમાં પણ વધારો થઈ રહ્યો છે.