દીલ્હીમાં ઝેરી હવાથી બચવા લેવાયા કેવા પગલાં ? વાંચો
દીલ્હીની હવા વધુ ને વધુ ઝેરી થઈ રહી છે અને તેની અસર હવે યુપી સુધી પહોંચી છે. ગાઝિયાબાદમાં કેટલાક લોકોની હાલત બગડી ગઈ હતી. લોકો ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને ડામવા સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી નવેમ્બર મહિનામાં જ વિન્ટર વેકેશનનું એલાન કરી દીધુ હતું. તમામ સ્કૂલોમાં 09 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વિન્ટર બ્રેક એટલે કે શિયાળું વેકેશન જાહેર કરવામાં આવ્યુ હતું.
પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે 3 નવેમ્બરના રોજ સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસિસને બંધ કરીને ઓનલાઈન ક્લાસિસ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જેને બાદમાં 10 નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા હતા. હવે દેશની રાજધાનીમાં 18 નવેમ્બર સુધી સ્કૂલ બંધ રહેશે.
દિલ્હીમાં સ્કૂલોમાં વિન્ટર બ્રેકની રજા સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે સરકારે ઘણી પહેલા શિયાળું વેકેશન જાહેર કરી દીધુ છે. દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.