કોરોનાના નવા વેરિયન્ટથી કેરળમાં શું થયું ? વાંચો
- કેટલા લોકો ભોગ બન્યા ?
- આરોગ્ય તંત્રે શું કર્યું ?
કેટલાક દેશોમાં ફરીથી મહાભ્યાનક કોરોના વાયરસના નવા વેરિયન્ટે ભય ફેલવાનું શરુ કરી દીધું છે અને ભારતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે પગ પેસારો શરુ કરી દીધો છે જેમાં દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટથી બે લોકોની મોત થયાનું બહાર આવતા લોકો ભયભીત બની ગયા છે અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું.
કેરળના કોઝિકોડ જિલ્લાના વિટ્ટોલીના 77 વર્ષીય કાલિયટ્ટુપરમ્બથ કુમારન અને કન્નુર જિલ્લામાં પનૂરના 82 વર્ષીય પલકંડી અબ્દુલ્લાના કોરોનાના નવા વેરિયન્ટથી મોત થયા હતા. આ કારણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું હતું.
આ ઉપરાંત કેરળના પાડોસી રાજ્યો તામિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્વાસ્થ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. કુમારનના મોત બાદ લેબમાં ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે તેમનું મૃત્યુંનું કારણ કોવિડ હતું. આ સિવાય એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ માટે દાખલ થયેલા અબ્દુલ્લાએ સારવાર દરમિયાન જ કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો હતો.
દેશના દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડનો સબ વેરિયન્ટ જેએન.1ની જાણકારી મળી છે. ગત અઠવાડિયે તિરુવનંતપુરમ જિલ્લામાં કારાકુલમમાંથી પોઝિટિવ સેમ્પલમાં સબ વેરિયન્ટની ખબર પડી હતી. એક 79 વર્ષીય મહિલાના સેમ્પલની 18મી નવેમ્બરે RTPCR માટે તપાસ કરવામાં આવી હતી જેમાં સંક્રમિત જોવા મળી હતી. આ મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા. જો કે આ મહિલા કોવિડથી સાજી થઈ ગઈ હતી.