ચીન બાદ અમેરિકામાં રહસ્યમય બીમારીને પગલે શું થયું ? વાંચો
ચીનમાં ફેંફસાની રહસ્યમય બિમારી ફેલાવા રહી છે. મોટાભાગે 3 થી 8 વર્ષના બાળકો આ બિમારીથી પીડ છે. આ બિમારીના કારણે ફેંફસા સફેદ થઈ રહ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ અને ઓહાયોમાં આ બિમારીના કેસ સતત વધી રહ્યા છે. જ્યાં આ બિમારીને બેક્ટેરિયલ ન્યુમોનિયાને વ્હાઇટ લંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
વોરેન કાઉન્ટી, ઓહિયોમાં આ બિમારીના 142 કેસ નોંધાયા છે. મેસાચ્યુસેટ્સના ડોકટરો અનુસાર વ્હાઇટ લંગ સિન્ડ્રોમ એ ચીનની રહસ્યમય બિમારીની જેમ બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનનું મિશ્રણ છે.
અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના ધારાસભ્યોએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પાસે ચીન ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. 5 સાંસદો અનુસાર વધુ માહિતી માટે WHOની રાહ ના જોવી જોઈએ. નાગરિકો અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે ચીનમાં અવર જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ.
વ્હાઇટ લંગ સિન્ડ્રોમથી પીડિત બાળકોની છાતીના એક્સ-રેમાં સફેદ રંગના ધબ્બા દેખાઈ રહ્યા છે. જે મોટે ભાગે બે પ્રકારના રોગોમાં થાય છે 1. પલ્મોનરી એલવિઓર માઇક્રોલિથિઆસિસ (PAM) અને સિલિકોસિસ.
PAM નામની બિમારી થાય તો ફેંફસામાં જામ થવા લાગે છે. જેના કારણે ઉધરસ અને છાતીમાં દુખાવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સિલિકોસિસ થાય તો પણ ફેંફસામાં સફેદ ધબ્બા દેખાય છે.