સુરતમાં રોગચાળો ફેલાતા એક 28 વર્ષીય યુવતી સહિત બે બાળકીના મોત
સુરતમાં રોગચાળો ફેલાતા એક 28 વર્ષીય યુવતી સહિત બે બાળકીના મોત
સુરતમાં રોગચાળાએ ફરી માથુ ઉચક્યું છે જેના કારણે ગોડાદરા વિસ્તારમાં 28 વર્ષીય મહિલા અને ઉન વિસ્તારમાં બે વર્ષના માસૂમ બાળકનું ઝાડા ઉલટી બાદ મોત થતા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ગોડાદરા વિસ્તારમાં બોરિંગને સીલ કરી અલગ અલગ સ્થળેથી પાણીના સેમ્પલ લઇને મોતનું સાચુ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે .તો બાળક અને મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં પણ આવ્યા છે તો કોર્પોરેશન દ્વારા અલગ અલગ મેડિકલ ટીમો બનાવી 200 થી વધુ ઘરોમાં સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે તો હવે લેબોટરીમાં મોકલેલા સેમ્પલોનો શું રિપોર્ટ આવે છે તે જોવું રહ્યું