માર્ચ સુધી અયોધ્યા નહીં જવા વડાપ્રધાનની કેબિનેટ સાથીઓને સૂચના
વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે જેને પગલે ગઈકાલથી સામાન્ય લોકો માટે રામલલા મંદિરના દ્વાર ખુલી ગયાં છે. જોકે મંદિર ખુલ્યાના પહેલા જ દિવસે ભારે ભીડ જામી હતી પહેલા જ દિવસે 5 લાખ લોકોએ દર્શન કર્યાં હતા. આ બધી ભીડ અને લોકોને વધુ તકલીફ ન પડે એટલે મોદીએ મંત્રીઓને એક આદેશ આપ્યો હતો.
બુધવારની કેબિનેટની બેઠકમાં મોદીએ મંત્રીઓેને ઓછામાં ઓછા માર્ચ સુધી અયોધ્યા રામ મંદિરની મુલાકાત ટાળવાની સલાહ આપી હતી. . લોકોને અસુવિધા ન થાય તે માટે વડા પ્રધાને સૂચવ્યું હતું કે ભારે ભીડને કારણે અને પ્રોટોકોલ સાથે વીઆઈપી દ્વારા લોકોને થતી અસુવિધાને રોકવા માટે, કેન્દ્રીય પ્રધાનોએ માર્ચમાં અયોધ્યાની તેમની મુલાકાતની યોજના બનાવવી જોઈએ.
મંગળવારે જ્યારે આ મંદિર જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું ત્યારે લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓએ તેની મુલાકાત લીધી હતી. ધસારો એટલો હતો કે અંધાધૂંધી ટાળવા માટે અયોધ્યા તરફ જતી બસોને ફેરવવી પડી હતી. ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને બુધવારે મંદિરની બહાર ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાઈન લગાવી હતી.