NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની જેલ અને ૨ લાખનો દંડ ફટકારતી પાલનપુર કોર્ટ
NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની જેલ અને ૨ લાખનો દંડ ફટકારતી પાલનપુર કોર્ટ
પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે એન.ડી.પી.એસ.ના એક કેસમાં 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સંજીવ ભટ્ટ ઉપર 1996માં પાલનપુર લાજવંતી હોટેલમાંની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવીને રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. પોલીસને એવી બાતમી મળી હતી કે પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવવાનો છે. આ બાતમીને આધારે પોલીસે રેડ પાડીને એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. આ મામલામાં સંજીવ ભટ્ટ ઉપર એવો આરોપ મુકાયો હતો કે તેમણે વકીલને ફસાવવા માટે અહીં ડ્રગ્સ મૂકાવ્યું હતું. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે અટકાયત કરી હતી. સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ છે. હવે આજે તેમને આ કેસમાં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.