પાકિસ્તાનમાં પણ નોટબંધી ? હાઈ સિક્યુરિટીવાળી નવી કરન્સી જાહેર થશે
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભયંકર સંકટમાંથી પસાર થઈ રહી છે. હાલમાં જ આપણે જોયું કે દેશના વર્તમાન કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકડે ચીન પાસેથી લગભગ 2 અબજ ડોલરની લોનની માંગવી પડી હતી. પાકિસ્તાન સરકાર પહેલાથી જ સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફના રક્ષણ હેઠળ છે. હવે પાકિસ્તાને નિર્ણય લીધો છે કે તે નોટોની નવી બેચ છાપશે.