BRS નેતા કવિતાની ધરપકડ, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી
દિલ્હી લિકર પોલિસી કૌભાંડને લઈને CBI અને EDની તપાસ અત્યાર સુધી ઘણા મોટા રાજનેતાઓ સુધી પહોંચી છે. ત્યારે આ મામલે હવે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા સામે મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા BRS નેતા કે.કવિતાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ તેમની હૈદરાબાદથી અટકાયત કરી હતી.