મોસમની કરવટ, વધુ એક તોફાન આવી રહ્યું છે, શું કહ્યું હવામાન ખાતાએ ?
મોસમ અનેક રાજ્યોમાં ઝડપથી બદલાઈ રહ્યું છે અને હવે એક તોફાન પણ આવી રહ્યું છે જેનું નામ માઈચોન્ગ રખાયું છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળ સહિતના રાજ્યોને એલર્ટ અપાયું છે.
બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આ અંગે અલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે તે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની સંભાવના છે.
આ હવામાનની સ્થિતિ ધીરે-ધીરે 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીના દક્ષિણમાં એક ઊંડો લો પ્રેશર એરિયો બની જશે. એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેનાથી વધુ મજબૂતી મળશે. આગામી 48 કલાકની અંદર દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ એક ચક્રવાતી વાવાઝોડું ‘માઈચૌંગ’માં ફેરવાઈ જશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે. આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.