અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ
- અમદાવાદના ચાંગોદર વિસ્તારનો બનાવ
- સરી પાટીયા પાસે મેલડી માતાના મંદિર પાસેનો બનાવ
- ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં લાગી આગ
- ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં લાગી આગ
- ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત
- ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ-બાવળા હાઈ-વે પર, ચાંગોદર-સારી પાટીયા નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાયો છે, એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે એક રાહદારી મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે.
ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ
શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તાં પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે
ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાના કારણે આખો હાઇવે રૉડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત છે કે, અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલીન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતા.