ગાઝામાં ઈઝરાયેલી સેનાનો ભીષણ હુમલો, વાંચો કેટલા લોકોના મોત થયા
ગાઝા નાગરિક સંરક્ષણ વિભાગના પ્રવક્તા મહમૂદ બસ્સલે શનિવારે આ માહિતી આપી હતી. શુક્રવારે ઈઝરાયેલી સેનાના હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા છે. તેમાં એક જ પરિવારના 76 લોકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 90થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ હુમલામાં અલ-મુગરાબી પરિવારના મોટાભાગના લોકો માર્યા ગયા છે.
- પરિવારના 76 સભ્યો માર્યા ગયા
મહમૂદ બસ્સલના જણાવ્યા અનુસાર શુક્રવારે થયેલા હવાઈ હુમલામાં બે મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. જેમાંથી એક ગાઝા શહેરમાં અને બીજો નુસરતના શહેરી વિસ્તારમાં હતો. ગાઝા શહેરમાં થયેલા હુમલામાં અલ-મુગરાબી પરિવારના 76 સભ્યો માર્યા ગયા હતા. મૃતકોમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના પીઢ કર્મચારી ઇસમ મુગરાબી પણ હતા, જેઓ તેમની પત્ની અને તેમના પાંચ બાળકો સાથે બિલ્ડિંગમાં રહેતા હતા. તેણે ગાઝા શહેરમાં આ ઈમારત પર શુક્રવારના હુમલાને વર્તમાન યુદ્ધના સૌથી ઘાતક હુમલાઓમાંથી એક ગણાવ્યો હતો.
- ઇઝરાયલી સેનાએ હમાસના આતંકીઓની ધરપકડ કર્યાનો દાવો કર્યો
આઈડીએફ વતી ઈઝરાયેલી સેનાએ શનિવારે કહ્યું કે તેણે હમાસ સાથે સંકળાયેલા કેટલાય લોકોને પકડવામાં સફળતા મેળવી છે. IDFએ કહ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં હમાસના 200થી વધુ આતંકીઓને પકડીને પૂછપરછ માટે ઈઝરાયેલ લાવવામાં આવશે. IDFનું કહેવું છે કે આતંકવાદી જૂથો હમાસ અને ઈસ્લામિક જેહાદ સાથે જોડાયેલા 700 થી વધુ આતંકીઓએ અત્યાર સુધીમાં ધરપકડ કરીને ઈઝરાયેલની જેલમાં મોકલવામાં આવ્યા છે.