પોલીસ ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં 4 આરોપીઓની ધરપકડ
ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં, પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. STFની ટીમે સિદ્ધાર્થનગર જિલ્લામાં નેપાળ બોર્ડરના બધની ઢેબરુઆ પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી લેપટોપ અને મોબાઈલ મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પશ્ચિમ બંગાળના બિટ્ટુ કુમાર યાદવ, દેવરિયાના સંજય કુમાર અને જિતેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. એક આરોપી સંજય કુમારને પહેલા જ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.