હરણી હોનારતના આરોપીઓ માટે વડોદરાના કોઈ વકીલ કેસ નહી લડેઃ બાર એસો.
વડોદરા શહેરના હરણી તળાવની દુર્ઘટનામાં 12 માસુમ બાળકો સહિત બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને વડોદરા બાર એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ વકીલ આરોપી ફેવરમાં કેસ નહિ લડે તેવી જાહેરાત કરાઈ છે. માત્ર વડોદરા જ નહીં પરંતુ વડોદરાની બહારના પણ કોઈ પણ વકીલ આરોપીઓ સામે કેસ લડશે તો શાખી નહીં લેવાય તેમ પણ જણાવાયું છે. હોનારતમાં ભોગ બનેલા નાના ભૂલકાને સ્મરણાંજલી આપવા માટે આવતીકાલ શનિવારે બપોરે 2:00 વાગ્યે શોક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.