વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી,જુઓ
ગુજરાતના અમદાવાદ એરપોર્ટે 9થી 12 જાન્યુઆરી વચ્ચે મુસાફરી કરતા ડોમેસ્ટિક મુસાફરોને ત્રણ કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચી જવા જણાવ્યું છે. એરક્રાફ્ટના ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એરપોર્ટે આ નિર્ણય લીધો છે. મોટી સંખ્યામાં ખાનગી ફ્લાઈટો ઉતરવાના કારણે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા સર્જાઈ છે.