રાહુલ ગાંધી શું મુસીબતમાં મુકાયા ? જુઓ
- કોણે એક્શન લેવા કહ્યું ?
- શું કર્યું હતું રાહુલે ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મુસીબતમાં મુકાઇ શકે છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખિસ્સાકાતરુ કહેવા બદલ એમની સામે કાર્યવાહી થશે. દીલ્હી હાઇકોર્ટે આ બારામાં ચુંટણી પંચને એવો આદેશ આપ્યો હતો કે આવી સ્પીચ બદલ રાહુલ સામે એક્શન લેવામાં આવે.
અદાલતે કહ્યુંહતું કે રાહુલ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. એક રેલી દરમિયાન રાહુલે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા બિઝનેસમેન ગૌતમ અદાણીને ખિસ્સાકાતરુ કહ્યા હતા. અદાલતે કહ્યું છે કે ચુંટણી પંચ આ મામલાની તપાસ કરે.
જો કે આ બારામાં રાહુલને નોટિસ પણ અપાઈ હતી પણ એમણે કોઈ જવાબ આપ્યો નહતો. ભરત નાગર દ્વારા રાહુલ સામે અરજી દાખલ કરાઇ હતી અને રાહુલ સામે પગલાં લેવાની માંગણી કરી હતી. રાહુલે ગત 21 મી નવેમ્બરે એક રેલીને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીને પનોતી કહ્યા હતા અને ત્યારબાદ ખિસ્સા કાતરુ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની હાર થઈ હતી અને વડાપ્રધાન મેચ જોવા માટે અમદાવાદ ગયા હતા અને તેના અનુસંધાનમાં રાહુલે હાર બદલ મોદીને પનોતી કહ્યા હતા.