રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ
રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.