કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે, અમદાવાદમાં રફતાર પકડી
- 4 પુરુષ અને બે મહિલા કોરોનાની ઝપેટમાં
- પશ્ચિમ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યું
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફરી અમદાવાદમાં આજે 6 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. જયારે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસો નોંધાયા છે. જેમાં ચાર પુરુષ અને બે મહિલા છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે.
અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ 12 થયા છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે, એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.
જેમાં આ સાથે જ પશ્ચિમ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યું છે. આજે નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી કેસો નોંધાયા છે. બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પુણે અને સિંગાપોરથી પરત આવ્યા બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. કુલ 18 જેટલા કેસો એક્ટિવ છે.