‘બ્લેકઆઉટ’ સિરિઝનું ટ્રેલર રિલીઝ : વિક્રાંત મૈસી અલગ અવતારમાં ઉડાવી દેશે દર્શકોના હોંશ
લાલચ અને ટ્રેજડીમાં ખરાબ રીતે ફસાય છે વિક્રાંત મૈસી: સુનિલ ગ્રોવરનું પાત્ર તમને ચોંકાવી દેશે
વોઇસ ઓફ ડે
ફિલ્મ 12વી ફેઇલ થી ધમાલ મચાવ્યાં બાદ વિક્રાંત મૈસી હવે નવી ફિલ્મ બ્લેકઆઉટમાં પોતાની પ્રતિભા દેખાડવા તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેમાં વિક્રાંત અલગ અવતારમાં દર્શકોના હોંશ ઉડાવી દેશે. આ ફિલ્મમાં મૌની રોય અને સુનિલ ગ્રોવર પણ છે. બ્લેકઆઉટના ટ્રેલર સાથે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે આ સિરીઝ ઘર બેઠા જીયો સિનેમા પર 7 જૂને જોઈ શકશો.
બ્લેકઆઉટના ટ્રેલરની શરૂઆત એક અંધારી રાતની વાર્તાથી શરૂ થયા છે. જ્યારે આખા શહેરની લાઇટ ગુલ છે અને રસ્તા પર ભારે વરસાદ વચ્ચે વિક્રાંત મૈસિ કાર લઈને નીકળે છે. આ સિરીઝમાં તે એક ક્રાઇમ રિપોર્ટર બન્યા છે. એવું પણ કહેવાય છે કે, વિક્રાંત અને મૌની રોય હકીકતમાં ફિલ્મમાં ચોર બન્યા છે અને તે મળીને ષડયંત્ર રચે છે. લાલચ અને ટ્રેજડીમાં વિક્રાંત કઈક એવી રીતે ફસાય છે કે તે બહાર નીકળી શકતા નથી.
બ્લેકઆઉટના ટ્રેલરને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દર્શકો તેના વખાણ કરી રહ્યા છે. સુનિલ ગ્રોવર પણ એકદમ અલગ અવતારમાં જોવા મળશે, અને તેમણે સૌને ચોંકાવી દીધા છે. આ સિરીઝમાં કોમેડી, સસ્પેન્સ સાથે હોરરનો પણ તડકો લાગશે.