હજારો વેપારીઓને રાહત: GST ઓડિટની ‘નાની ભૂલો’પર ભારેખમ પેનલ્ટી નહિ લાગે,નોટિસો પરત ખેંચવા આદેશ
GSTનાં એક કેસમાં મદ્રાસ હાઇકોર્ટે આપેલા એક ચુકાદાથી હજારો વેપારીઓને નોટિસનો જવાબ આપવા રસ્તો મળી ગયો છે, ઓડિટમાં થતી નાની ભૂલને લીધે GST વિભાગે હળવી કલમોના જગ્યાએ ભારે કલમ લગાવી દેતા આ બાબતનો એક કેસ મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી જતા હાઇકોર્ટે આ કેસમાં નોટિસ રદ કરવાનો હુકમ આપ્યો છે.
ટેક્સની ચુકવણી કે રિટર્નમાં સામાન્ય રીતે મોડું થયું હોય તો તેમાં પણ મોટી પેનલ્ટી ચૂકવવાની હોય તેવી કલમ 74 ઇસ્યુ કરી દેવાય છે જેના લીધે ટેકસની મોટી જવાબદારી વેપારી કરદાતાઓ ઉપર આવી પડે છે. આ સંદર્ભમાં ચુકાદા ના લીધે જે વેપારીઓને નોટિસ મળી છે તેમને રાહત થઈ છે, ખોટી રીતે અપાતી નોટિસ પરત ખેંચવાનો આદેશ કોર્ટે કર્યો છે ઉપરાંત આધાર વિના નવી સુધારેલી નોટિસ પણ ઇસ્યુ ન કરવા સૂચન કર્યું હતું.
આ પણ વાંચો :ઓવરટાઈમ માટે બમણુ વેતન, મહિલાઓને પુરુષ જેટલુ જ વળતર મળશે: મોદી સરકારે નવો લેબર કાયદો કર્યો લાગુ
મદ્રાસ હાઇકોર્ટના આ ચુકાદામાં ખાસ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કલમ 74 માત્ર ત્યારે જ લાગુ પડે છે ત્યારે ઇરાદાપૂર્વક છેતરપિંડીના પુરાવા હોય, ઓડિટની વિસંગતતાઓ હોય તો આ કલમ લગાવી શકાય નહીં,અનેક વખત GST નાં અધિકારીઓ એવી બુદ્ધિ વાપરી કલમ 73 નોન ફ્રોડની કલમનો 3 વર્ષનો સમય પસાર થઈ જાય તો કલમ 74 જે ફ્રોડની કલમ છે તે લગાવી નોટિસ ઇસ્યુ કરતાં હતાં જે આ ચુકાદા બાદ હવે અટકી જશે.
