પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
અન્ય પક્ષોને વિજય બનાવવાની કામગીરી કરતા પોલ સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરને ચૂંટણી જગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું છે. પ્રશાંત કિશોરની જન સુરજ પાર્ટી એ વિધાનસભાની ચૂંટણીમાં 238 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા પરંતુ તેઓ ખાતું પણ ખોલાવી શક્યા નથી.
તેમણે ઉમેદવારો તરીકે ડોક્ટરો વકીલો શિક્ષણ શાસ્ત્રીઓ અને ઉચ્ચ શિક્ષિતો ને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે એ ઉમેદવારોને વિજય બનાવવા માટેની સ્ટ્રેટેજી નક્કી કરવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા છે. તેમની પાર્ટીના મોટાભાગના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.
એનડીએ સાથે છેડો ફાડીને આ વખતે મહા ગઠબંધન નો હાથ પકડનાર મુકેશ સહાનીની વિકાસશીલ પાર્ટીની પણ એ જ વલે થઈ છે. મહાગઠબંધનના સાથે પક્ષ તરીકે બહાર બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા હતા પરંતુ તમામનો પરાજય થયો છે.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ઊભા રાખેલા તમામ 121 ઉમેદવારોની ડિપોઝિટ ડિપોઝિટ જપ્ત થઈ છે.
નાના પક્ષીમાં એક માત્ર ઓવૈસીની AIMIM ની આબરૂ કાંઈક હશે બચી છે. તેમના 25 માંથી પાંચ ઉમેદવારો વિજયી થયા છે. તે જ પ્રતાપ યાદવની પાર્ટી જેજેડી એ પણ મીંડું મુકાવ્યું છે. ખુદ તેજ પ્રતાપ પણ હારી ગયા છે.
અન્ય પક્ષોની સ્થિતિ
માયાવતી ની બહુજન સમાજ પાર્ટી એ 130 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા તેમાંથી માત્ર એકનો વિજય થયો છે.બીજી તરફ એને ડીએના સાથી પક્ષ HAM ના 6 માંથી 5 અને
RLMના 6માંથી 4 ઉમેદવારો વિજય મેળવવામાં સફળ રહ્યા છે.તો મહાગઠબંધનના સાથી પક્ષ સીપીઆઈ એમએલ નો 2020 ની ચૂંટણીમાં બાર બેઠક ઉપર વિજય થયો હતો પરંતુ આ વખતે માત્ર ત્રણ બેઠકો મળી છે.
