Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓનો ઈરાદો પ્રસાદમાં ઝેર ભેળવી ખાનાખરાબી સર્જવાનો હતો : આ 2 પ્રસિદ્ધ મંદિરની રેકી કર્યાનો ખુલાસો

Fri, November 14 2025

એક બાજુ દિલ્હીમાં આતંકીઓએ બ્લાસ્ટ કરી 13 નિર્દોષ લોકોના જીવ હણી નાખ્યા હતા ત્યારે તેના પહેલાં ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના અડાલજ પાસે ટોલપ્લાઝાથી આઈએસકેપી કે જે આતંકી સંગઠન છે તેના ત્રણ આતંકીઓને જીવતા કારતૂસ, ત્રણ પીસ્તલ તેમજ એરંડીયાના તેલ પાસેથી પકડી પાડ્યા હતા. આ ત્રણેયને રિમાન્ડ ઉપર લેવામાં આવતાં જ તેમના ખતરનાક ઈરાદાનો પર્દાફાશ પણ થવા પામ્યો હતો. આ આતંકીઓએ અમદાવાદ, ગીર-સોમનાથ ઉપરાંત દેશના અન્ય મંદિરોની રેકી પણ કરી હતી અને જ્યાં વધુ ભક્તોની અવર-જવર રહેતી હોય ત્યાંના પ્રસાદમાં ઝેર ભેળવી મોટાપાયે ખાનાખરાબી સર્જવાની તેમની મેલી મુરાદ હોવાનું ખુલ્યું હતું.

ગુજરાત એટીએસ દ્વારા અહેમદ મોહિયુદ્દીન સૈયદ (ઉ.વ.35) કે જે તેલંગણાનો છે અને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી ચૂક્યો છે તેની ઉપરાંત આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન કે જે બન્ને ઉત્તરપ્રદેશના છે તેમની ધરપકડ કરી હતી. આ ત્રણેય પાસેથી હથિયાર તેમજ એરંડિયાનું ચાર લીટર તેલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના નિશાના ઉપર ધાર્મિક સ્થાનો હતા જેમાં અમદાવાદનું જગન્નાથ મંદિર ઉપરાંત સોમનાથ મંદિર, લખનૌનું હનુમાન મંદિર ઉપરાંત દિલ્હીના અલગ-અલગ મંદિરો ઉપર તેમણે રેકી કરી હતી. આ લોકો દ્વારા મંદિરમાં ભક્તોને અપાતાં પ્રસાદમાં ઝેર ભેળવી ઘડીના છઠ્ઠા ભાગમાં તેમને મોતને ઘાટ ઉતારી દેવાની યોજના હતી.

આ પણ વાંચો :રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી

પકડાયેલો અહેમદ સૈયદ કેમિકલમાં વિવિધ પ્રકારના અખતરા કરીને રાઈઝીન નામનું ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો અને આ ઝેરનું એક ટીપું પ્રસાદ કે ખોરાકમાં ભેળવી દે એટલે પ્રસાદ-ભોજનનું ગ્રહણ કરતાં જ વ્યક્તિ તરફડીને મોતને ભેટતો હોવાથી મોટાપાયે જાનહાની કરવાના હતા પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લઈ ઈરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો

ગીર-સોમનાથમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓને આશરો આપનાર મૌલવીની ધરપકડ

બીજી બાજુ ગીર-સોમનાથ પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓ ગીર-સોમનાથ આવ્યા હોય તેમની અટક કર્યા બાદ તેને આશરો આપનાર મૌલવી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડકરવામાં આવી હતી. પોલીસે નવાબંદર ગામમાં બાતમીના આધારે મસ્જિદમાં દરોડો પાડી તપાસ કરતા મદીના મસ્જિદના સંચાલક મહમ્મદઅમીન આજમમીયા બહારુની (રહે.નવાબંદર)એ પોતાની મસ્જિદમાં જમ્મુ-કાશ્મીરથી આવેલા ત્રણ લોકોને આશરો આપ્યો હોય તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ત્રણ કાશ્મીરી લોકો જેમાં મકસુદ અહેમદ ખાલીદહુસેન, મકસુદ અહેમદ અબ્દુલ લતીફ અનેજાવેદ અહેમદ મહમ્મદ રસીદ ચૌહાણની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

આતંકીના ઘરમાંથી કેમિકલ બનાવવાનો સામાન કબજે ગુજરાત એટીએસ દ્વારા અડાલજ પાસેથી પકડાયેલા ડૉ.અહમદ મોહિયુદ્દીનસૈયદના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં આવેલા ઘરમાં દરોડો પાડી તલાશી લેવામાં આવતા ત્યાંથી કેમિકલ બનાવવાના સાધનો મળી આવતાં તેને કબજે કરવામાં આવ્યા હતા

Share Article

Other Articles

Previous

‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ

Next

રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
13 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
13 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
13 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
13 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બધા જ યાત્રિકો સુરક્ષિત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોંઘવારીમાં થોડી રાહત મળી: દેશમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 4. 31% થયો, ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 3.2 ટકાની વૃદ્ધિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 40,801 મુસાફરોને હેન્ડલ કર્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર