હીમેનની ઘર વાપસી: અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે કેવી છે તબિયત? પરિવારે આપ્યું સ્વાસ્થ્ય અપડેટ
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને દેઓલ પરિવારના મુખી ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે લાવ્યા છે. ડોક્ટરે કહ્યું કે ધર્મેન્દ્રની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે. પરિવાર અને હોસ્પિટલ દ્વારા એક સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. અભિનેતાને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફેન્સ ચિંતા કરી રહ્યા હતા અને પ્રાથના પણ કરવામાં આવી રહી હતી ત્યારે હવે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ફેમિલી-ફ્રેન્ડસ અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.
સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કર્યા
11 નવેમ્બરના રોજ, સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા છે. ટીમે જણાવ્યું હતું કે પીઢ અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમની સારવારની તેમના પર સકારાત્મક અસર થઈ રહી છે. તેમણે બધાને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. ટીમે તેના નિવેદનમાં કહ્યું, “તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને ચાલો આપણે બધા તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ.”
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રને 10 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાની નજીકની તબીબી સંભાળ ચાલી રહી હતી. તેમનો પરિવાર અને દેશભરના લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતા. ફિલ્મ ઉદ્યોગના મોટા કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને જોવા માટે સતત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા હતા. જોકે, અભિનેતાને હવે રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે.
દેઓલ પરિવારે કહી આ વાત
ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, દેઓલ પરિવારે ગોપનીયતાની વિનંતી કરતું સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. સની દેઓલની ટીમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ધર્મેન્દ્રજી હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે મીડિયા અને દરેકને બિનજરૂરી અટકળોથી દૂર રહેવા અને તેમને અને તેમના પરિવારને પ્રાયવેસી આપવા વિનંતી કરીએ છીએ.”
“તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે તમારી બધી પ્રાર્થનાઓ બદલ અમે આભારી છીએ. કૃપા કરીને તેમનો આદર કરો, કારણ કે તે તમને બધાને ખૂબ પ્રેમ કરે છે.”
ધર્મેન્દ્રના ચાહકો ખૂબ જ ખુશ
ધર્મેન્દ્રના ડિસ્ચાર્જના સમાચાર મળતાં જ તેમના ચાહકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો. બધાએ રાહતનો શ્વાસ લીધો. દરેક વ્યક્તિ તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપતા ચાહકો ખુશ
દેશભરના લોકો ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતા. પરંતુ હવે રાહતના સમાચાર આવ્યા છે. ધર્મેન્દ્રને બુધવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોની ટીમ હવે ઘરે ધર્મેન્દ્રની સારવાર કરશે. ડૉ. પ્રીત સમદાનીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “ધર્મેન્દ્રજીને આજે સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી હતી. હવે તેમની સારવાર તેમના ઘરે કરવામાં આવશે, કારણ કે પરિવાર ઇચ્છે છે કે અભિનેતાની ઘરે સારવાર કરવામાં આવે.”
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે સની દેઓલની ટીમે શું કહ્યું?
સની દેઓલની ટીમે ગઈકાલે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે એક મોટી અપડેટ આપી હતી. ટીમે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “સર (ધર્મેન્દ્ર) સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની સારવારનો પ્રતિસાદ આપી રહ્યા છે. કૃપા કરીને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો.”
હોસ્પિટલ છોડતી વખતે બોબી દેઓલ ખૂબ જ પરેશાન દેખાતા હતા
દેઓલ પરિવાર સતત હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા જઈ રહ્યો છે. બોબી દેઓલ આજે વહેલી સવારે તેના પિતાને મળ્યા પછી હોસ્પિટલ છોડતા જોવા મળ્યા હતા. તે ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા, તેમના ચહેરા પર નિરાશા હતી.
