Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી કાર વિસ્ફોટ : આત્મઘાતી બોમ્બર ડો.ઉમર મોહમ્મદની ઓળખ કેવી રીતે થઈ? પકડાઈ જવાની બીકે કર્યો આત્મઘાતી હુમલો

Tue, November 11 2025

સોમવારે રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની ઘટનાના સીસીટીવી ફૂટેજ  પરથી આ આત્મઘાતી હુમલાખોર ફરીદાબાદનો ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ઘટનાને આતંકવાદી કૃત્ય માની દિલ્હી પોલીસે UAPA હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ડોક્ટર ઉમર મોહમ્મદ આતંકવાદના વ્હાઈટ કોલર મોડ્યુલનો સભ્ય હતો અને તપાસનીશ એજન્સીઓએ છેલ્લા અઠવાડિયા દરમિયાન પકડેલા ડોક્ટર અદીલ અહમદ રાથેર અને ડોક્ટર મુજમ્મીલ શકીલના નજીકનો સાથી હતો. પોલીસે આ મામલામાં તારિક અહેમદ મલિક, આમિર રાશિદ અને ઉમર રાશિદ નામના અન્ય ત્રણેય શંકાસ્પદોની સોમવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના પમ્પોરથી ધરપકડ કરી હતી.

🚨The car owner of Delhi Red Fort Blast has been identified as Dr. Mohammad Umar, a Pulwama-based doctor

Police confirm his charred body has been recovered from the blast site near Delhi’s Red Fort and sent for DNA testing

CCTV shows Umar driving the Hyundai i20 that exploded… pic.twitter.com/kbdiLugZYN

— Nabila Jamal (@nabilajamal_) November 11, 2025

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ઘાતક કાર વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા અને 22, લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ પોલીસે કરેલા સીટીટીવી ફૂટેજ ના ચેકિંગમાં વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાયેલી  HR 26CE7674 નંબર પ્લેટવાળી સફેદ સફેદ હ્યુન્ડાઇ i20 કારમાં ડૉ. ઉમર મોહમ્મદ નજરે પડ્યો હતો.

સીસીટીવી વીડિયો અને તસવીરો અનુસાર, આ કાર બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશ્યા બાદ લાલ કિલ્લા પાસે પાર્કિંગ લોટમાં રોકાતા પહેલા આશ્રમ, સરાય કાલે ખાન અને આઈટીઓમાંથી પસાર થઈ હતી. કાર ત્રણ કલાકથી વધુ સમય માટે પાર્ક કરવામાં આવી હતી, બપોરે 3:19 વાગ્યે પ્રવેશ કર્યો હતો અને સાંજે 6:30 વાગ્યે નીકળી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરે એક મિનિટ માટે પણ કાર છોડી ન હતી.તે અન્ય કોઈના આવવાની અથવા તો કોઈના “આદેશ” ની રાહ જોતો હશે તેવું માનવામાં આવે છે.

તપાસકર્તાઓનું માનવું છે કે ઉમરને તેના સાથીઓની ધરપકડ અને 2900 કિલો વિસ્ફોટકો જપ્ત કરાયાની જાણ થયા બાદ તે ફરીદાબાદ થી ભાગી ગયો હતો પોલીસનું માનવું છે કે પકડાઈ જવાના ડરથી તે ગભરાઈ ગયો હતો અને અંતે આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમર મોહમ્મદ અને તેના સાથીઓએ હુમલો કરવા માટે એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ (ANFO) નો ઉપયોગ કર્યો હતો. તેમણે કારમાં ડેટોનેટર મૂક્યું હતું અનેબાદમાં લાલ કિલ્લા નજીક ભીડભાડવાળા વિસ્તારમાં આતંકવાદી હુમલો કર્યો હતો.પોલીસે પૂછપરછ માટે જમ્મુ અને કાશ્મીરમાં તેની માતા અને ભાઈઓની પણ અટકાયત કરી છે.

આ પણ વાંચો :ભારત-આફ્રિકાના સ્ટાર ક્રિકેટરો રાજકોટના ‘મહેમાન’! દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે વધારાઈ ખેલાડીઓની સુરક્ષા: લોખંડી બંદોબસ્ત

સીસી ટીવી ફૂટેજ થકી ઓળખ મળી

સફેદ હ્યુન્ડાઇ i20 કારનો સીસીટીવી વીડિયો અને છબીઓ સામે આવી છે. HR 26CE7674 નંબરવાળી આ કાર કિલ્લાની નજીક પાર્કિંગમાં ત્રણ કલાકથી વધુ સમય માટે પાર્ક કરવામાં આવી હતી. લગભગ એક મિનિટની ક્લિપમાં કાર બદરપુર બોર્ડરમાં પ્રવેશતી દેખાય છે.અન્ય એક એક તસવીરમાં શંકાસ્પદ આત્મઘાતી બોમ્બરનો હાથ બારી પર રાખીને કાર પાર્કિંગમાં પ્રવેશતી દેખાય છે. બીજી એક તસવીરમાં કારનો ડ્રાઈવર જોઈ શકાય છે જેમાં તે વાદળી અને કાળા રંગની ટી-શર્ટ પહેરેલો દેખાય છે. ત્રીજા ફોટામાં રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત રસ્તા પર કાર દેખાય છે.

કોણ હતો ડૉક્ટર ઉમર મોહમ્મદ ?

૨૪ ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જન્મેલા ઉમર મોહમ્મદ ફરીદાબાદની અલ ફલાહ મેડિકલ કોલેજમાં ડોક્ટર હતા. તેમણે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજ (GMC)માંથી એમડી (મેડિસિન)ની ડિગ્રી મેળવી હતી અને ફરીદાબાદ ટ્રાન્સફર થતાં પહેલાં જીએમસી અનંતનાગમાં સિનિયર રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તે કથિત રીતે “વ્હાઇટ કોલર” આતંકવાદી મોડ્યુલના સોમવારે ધરપકડ કરાયેલા બે ડોક્ટરો અદીલ અહેમદ રાથેર અને મુજમ્મીલ શકીલનો નજીકનો સાથી હતો.

કારની માલિકી અનેક વખત બદલાઈ

તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ઘણી વખત બદલાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર ગુરુગ્રામના રહેવાસી સલમાને માર્ચ 2025માં ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી. ત્યારબાદ, દેવેન્દ્રએ તે અંબાલાના એક વ્યક્તિને વેચી દીધી. અંબાલાથી, કાર પુલવામા પહોંચી, જ્યાં આમિર, તારિક અને ઉમર રશીદ વચ્ચેના સંબંધો ઉભરી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આમિરે કાર ઉમર મોહમ્મદને આપી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે આમિરે કાર ઉમર મોહમ્મદને આપી હતી. એક તસવીરમાં, આમિર કારની ચાવી પકડીને દેખાય છે, જે કદાચ તેણે કાર ખરીદ્યા પછી લેવામાં આવી હશે. પોલીસે પકડેલો  આમિર રશીદ મીર પ્લમ્બર તરીકે અને 44 વર્ષીય તારિક મલિક પુલવામામાં એક બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

Share Article

Other Articles

Previous

ફરીદાબાદથી ધરપકડ કરાયેલા ડૉ.શાહીન અંગે મોટો ખુલાસો : આતંકવાદી મસૂદની બહેને સોંપી’તી ‘મહિલા વિંગ’ની કમાન

Next

દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં આજથી જામશે ક્રિકેટ ફીવર : ભારત-આફ્રિકાની ‘એ’ ટીમ વચ્ચે વન-ડે મુકાબલા, તિલક-અભિષેક સહિતના ખેલાડીઓ રહેશે આકર્ષણનું કેન્દ્ર
56 મિનિટutes પહેલા
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
16 કલાક પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
16 કલાક પહેલા
કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
17 કલાક પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

વબગડ ચોકડી: લોકોના મોત થશે પછી જ ખાડા બૂરાશે !!
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
ગુજરાત
2 વર્ષ પહેલા
ઉત્તરાખંડમાં કેવી થઈ તબાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચીનની દાદાગીરીને કેવો મળ્યો જવાબ ? શું થયું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર