નવરાત્રીની માથાકૂટમાં જંકશન પ્લોટમાં સિંધી વેપારીઉપર હુમલો
ગયા વર્ષે થયેલ ઝગડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ મારમાર્યો
એક વર્ષ પૂર્વે નવરાત્રીમાં થયેલ માથાકૂટનો ખાર રાખી બે શખ્સએ જંકશન પ્લોટમાં દુકાનધરાવતા સિંધી વેપારી ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયદ નોંધાઈ છે.
પરસાણાનગર શેરી નં-1 માં રહેતાં કમલેશભાઇ ગોવીંદભાઇ નેજાણીની ફરિયાદને આધારે પોલીસે હિતેષ ઉર્ફે હિતો લીલાણી, બિપિન અને કુમાર વાસદેસાણીસામે ગુનો નોંધ્યો છે. દોશી હોસ્પીટલ સામે હરીદ્વાર કોમ્પ્લેક્ષમાં કમલેશ સાયકલ સ્ટોર નામની દુકાન ચલાવતા કમલેશભાઈ જંકનશ પ્લોટમાં બીપીનભાઈ ની દુકાને નવરાત્રીની મીટીંગમાં ગયા ત્યારે કુમારભાઈ સાથે નવરાત્રીની મીટીંગ બાબતે વાતચીત ચાલતી હતી કે, અગાઉની જેમ હવેથી આપણે સાથે મળી નવરાત્રીનું આયોજન કરીયે, તે વખતે કમલેશભાઇ ગોવીંદભાઇ નેજાણીઉપર હુમલો કર્યો હતો.ઝપાઝપી થતા કમલેશભાઇ ગોવીંદભાઇ નેજાણીના ખીસ્સામા રહેલ રૂ.13,700 નીચે પડી ગયેલ હતા. કમલેશભાઇ ગોવીંદભાઇ નેજાણીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગઈ નવરાત્રીમાં થયેલ મનદુ:ખનાના કારણે આરોપીઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસે આરોપીને સકંજામાંલીધા હતા.