પોઈઝન એટેકના કાવતરાનો પર્દાફાશ : અમદાવાદથી પકડાયેલા 3 ખૂંખાર આતંકીઓનો તબાહી મચાવવાનો હતો નાપાક ઇરાદો
સરહદ ઉપર એક નહીં બલ્કે અનેક વખત પછડાટ ખાધાં છતાં પાકિસ્તાન હજુ સુધરવાનું નામ લઈ રહ્યું ન હોય તે પ્રકારે અવનવી હરકત કરી રહ્યું છે. હવે પાકિસ્તાને આતંકનું નવું જ મોડ્યુલ અખત્યાર કર્યું હોય તે પ્રકારે પોઈઝન એટલે કે ઝેર થકી હુમલાનું કાવતરું ઘડી કાઢ્યું હતું પરંતુ ગુજરાત એન્ટી ટેરેરીઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા વધુ એક વખત તેના આ નાપાક ઈરાદા પર પાણી ફેરવી દઈ ત્રણ ખૂંખાર આતંકીઓને હથિયાર સાથે અમદાવાદ-મહેસાણા રોડ ઉપર અડાલજ ટોલ પ્લાઝા પાસેથી પકડી પાડ્યા હતા.
The Gujarat ATS has busted a terror module, arresting three individuals with a cache of arms and ammunition. My compliments to ATS which has once again exhibited its capabilities for painstaking intelligence collection and smooth operations. @GujaratPolice remains steadfast.… pic.twitter.com/Fp6pU9VypL
— DGP Gujarat (@dgpgujarat) November 9, 2025
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે હૈદરાબાદનો અહેમદ મોહિયુદ્દિન સૈયદ નામનો શખસ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ કાવતરાને પાર પાડવાના ભાગરૂપે તે અમદાવાદ આવેલો હોવાનું ધ્યાન પર આવતા જ એટીએસે આતંકીને દબોચી લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. એટીએસની અલગ-અલગ ટીમ વોચમાં હતી ત્યારે અમદાવાદ-મહેસાણા રોડ ઉપર અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર શંકાસ્પદ રીતે પસાર થઈ રહી હોય તેને અટકાવી તલાશી લેતાં તેમાંથી અહેમદ મોહિયુદિન સૈયદ અંદરથી મળી આવ્યો હતો. કારની તલાશી લેતાં બે ગ્લોક પિસ્તલ અને એક બેરેટા પિસ્તલ ઉપરાંત 30 જીવતા કારતૂસ અને ચાર લીટર કેસ્ટર મતલબ કે એરંડીયાનું તેલ પણ મળી આવ્યું હતું.
Serious threat : Huge credit to Gujarat ATS for foiling this plot. If terrorists had produced ricin the consequences could’ve been catastrophic. Ricin (from castor seeds) halts protein synthesis causing multi-organ failure and death. There is no specific antidote pic.twitter.com/jZ510oeRkd
— Alpha Defense™🇮🇳 (@alpha_defense) November 10, 2025
અહેમદની પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે તે એક આતંકી હુમલાને અંજામ આપવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિય હતો. તેને હથિયારનો આ જથ્થો કલોલ પાસે આવેલા એક કબ્રસ્તાનમાંથી મળ્યો હતો. તેનો હેન્ડલર `અબુ ખદીજા’ નામનો વ્યક્ત હતો. અબુ અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને આઈ.એસ.કે.પી. સાથે સંકળાયેલો છે. આ સિવાય અહેમદ અન્ય પાકિસ્તાની લોકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. અહેમદ આતંકી હુમલાને અંજામ આપવા માટે રાઈઝિન નામનું એક ઝેર બનાવી રહ્યો હતો અને તેને તૈયાર કરવા માટે જ તે રિસર્ચ, સાધન-સામગ્રી, રો-મટિરિયલ્સની ખરીદી તેમજ કેમિકલની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ આતંકીની યોજના ખોરાકમાં ભેળવીને ઝેર આપી મોટાપાયે લોથ ઢાળી દેવાની હતી.
ત્યારબાદ વધુ તપાસ કરતા અહેમદના મોબાઈલમાંથી અન્ય મોબાઈલ નંબર, લોકેશન મળી આવ્યા હતા સાથે સાથે હથિયાર ભરેલી બેગ આપનાર સહિતની પણ માહિતી હોય તેના આધારે ટીમ બનાવી અહેમદને મદદ કરનાર ઉત્તરપ્રદેશના બે શખસો આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુલેહ મોહમ્મદ પણ બનાસકાંઠામાં જ છુપાયેલા હોય તેમને પણ પકડી લેવામાં આવ્યા હતા. આ બન્ને પણ આતંકી માનસિકતા ધરાવે છે. બન્નેએ આ હથિયારનો જથ્થો હનુમાનગઢ, રાજસ્થાનથી લીધો હતો. આ ત્રણેય દ્વારા લખનૌ, દિલ્હી અને અમદાવાદની અનેક ભીડભાડવાળી જગ્યાની રેકી કરવામાં આવી હતી. આ લોકોને તેનો હેન્ડલર પાકિસ્તાન બોર્ડરથી હથિયારનો જથ્થો મોકલતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો : અનુષ્કા શર્મા 7 વર્ષ પછી ફરી ફિલ્મમાં જોવા મળશે? આ મહિલા ક્રિકેટરની અટકી પડેલી બાયોપિક રીલીઝ કરવા માંગ
મુખ્ય આરોપીને પોતાની હોટેલ હોય ખોરાકમાં ઝેર ભેળવી તબાહી મચાવવાનો હતો ઈરાદો
ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી એવી વિગત પણ જાણવા મળી હતી કે મુખ્ય આરોપી અહેમદ મોહિયુદ્દીન કે જે 2008થી 2013 દરમિયાન ચીનમાં રોકાઈને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ચૂક્યો છે. અહેમદને હાલ તેલંગણાના રાજેન્દ્રનગરમાં પોતાની હોટેલ પણ આવેલી છે સાથે સાથે તે કેટરિંગનો પણ મોટો ઓર્ડર લેતો હોય તે જેવો મોટો ઓર્ડર મળે એટલે ભોજનમાં ઝેર ભેળવી એક સાથે અનેક લોકોની હત્યા કરવાની તૈયારીમાં હતો. આ માટે તેણે રાઈઝીન નામનું ઝેર પણ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું અને ઝેર તૈયાર કરવા માટે તેણે ઘણા સમયથી અલગ-અલગ કેમિકલ પણ સ્ટોર કરી રાખ્યું હતું. એક વખત સફળ થયા બાદ આ તમામની યોજના ગુજરાત સહિતના રાજ્યોમાં પોઈઝન એટેક કરવાની યોજના હતી.
આ પણ વાંચો : GSEB દ્વારા ધો.10 અને 12 સાયન્સ-કોમર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : આ તારીખથી થશે પરીક્ષાનો પ્રારંભ, જુઓ ટાઈમ ટેબલ
ત્રણ આતંકીમાંથી એક ડૉક્ટર, બીજાને દરજીકામ તો ત્રીજો અભ્યાસ કરે છે
એટીએસે પકડાયેલા ત્રણ આતંકી પૈકી અહેમદ મોહિયુદીન સૈયદ કે જે તેલંગણામાં રહે છે તે ડૉક્ટર હોવાનું ખુલ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશના કેરાના તાલુકાના સલારા ગામે રહેતો આઝાદ સુલેમાન શેખ કે જેની ઉંમર માત્ર 20 વર્ષની છે તે સિલાઈ કામ કરે છે તો ઉત્તરપ્રદેશના નિગાસન તાલુકાના કલા ગામે રહેતો મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન (ઉ.વ.23) હાલ અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.
બે આતંકીએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે
એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશના આઝાદ અને મોહમ્મદ સેુહલે ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને બન્ને કટ્ટરપંથી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બન્ને વિદેશી લોકો સાથે સંપર્કમાં હતા. કાશ્મીરમાં પણ બન્નેની હલચલ જોવા મળી હતી. એક આરોપીને 17 નવેમ્બર સુધી રિમાન્ડ પર લેવાયો છે જ્યારે બાકીના બેને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.
