કારખાનામાં રૂ.૧.૫૧ લાખની રોકડ ચોરી કરનાર કર્મચારી સહિત બે ઝડપાયા
મહેતાજીની ઓફિસમાં તીજોરી કાપીરોકડ ચોરીનો ભેદ ખૂલ્યો
રાજકોટના ત્રિશુલ ચોક પાસે ત્રિશુલ ચોક પાસે નારાયણનગરમાં રહેતાં હરજીભાઈ પોપટભાઈ સુદાણીના કારખાનામાંથી રૂ.1.51 લાખની ચોરીના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી કારખાનામાં કામ કરતાં કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી.
80 ફુટ રોડ આજી વસાહત શે.નં. 10 માં સરસ્વતી ઓફસેટ નામના કારખાનામાં રૂ. ૧.૫૧ લાખની ચોરી થઈ હતી. ગઈ તા.29/08/2023નો રોજ હરજીભાઈ પોપટભાઈ સુદાણીનો પુત્ર કારખાનું બંધ કરી ઘરે ગયા બાદ બુધવારની રજા હોય બાદમાં તા.31/08 ના પરત કારખાને આવ્યો તીરે કારખાનામાં મહેતાજી ઉપરના માળે આવેલ ઓફિસમાં તીજોરી કાપી નાખેલ જોવામાં મળી હતી. જે અંગે તપાસ કરતા તીજોરીમાં રાખેલા રોકડા રૂ.1.51 લાખ ચોરી થયેલનું જાણવા મળતા આ અંગે થોરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.થોરાળા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કારખાનામાં કામ કરતાં એક કર્મચારી અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.