Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ શહેર ભાજપની નવી ટીમ ‘કવર’માં પેક : 10 નવેમ્બર બાદ નવી ટીમની જાહેર થવાની શક્યતા, જાણો કેટલા હોદ્દેદારોની હશે ટીમ

Thu, November 6 2025


રાજકોટ સહિત આખા ગુજરાતમાં શહેર-જિલ્લા ભાજપની નવી ટીમની રચનાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જે સિલસિલામાં બુધવારે રાજકોટ શહેર ભાજપની નવી ટીમ માટે પણ નિરીક્ષકો રાજકોટ આવી પહોંચ્યા હતા. કમલમ્‌‍ કાર્યાલય ખાતે નિરીક્ષકો તેમજ અપેક્ષિત વચ્ચે ત્રણેક કલાક સુધી બેઠક ચાલ્યા બાદ બંધ કવરમાં બન્ને નિરીક્ષકો રવાના થયા હતા. એકંદરે શહેર ભાજપની નવી ટીમ `કવર’માં પેક થયા બાદ હવે દસ નવેમ્બર આસપાસ કવર ખુલવાની શક્યતા વર્તુળોએ વ્યક્ત કરી હતી.

શહેર ભાજપની નવી ટીમની રચના માટે પ્રદેશ નિરીક્ષક તરીકે બિજલબેન પટેલ અને ભરતસિંહ પરમાર રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં શહેર ભાજપની સંકલન સમિતિમાં સામેલ ધારાસભ્યો, સાંસદો, શહેર ભાજપના હાલના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રીઓ સહિતનાને સાંભળ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે સંકલન સમિતિમાં સામેલ કોઈ નેતાએ નવી ટીમમાં પોતાના ટેકેદારને સામેલ કરવા માટે પાંચ મિનિટ સુધી તો કોઈ નેતાએ પંદર મિનિટ સુધી લોબિંગ કર્યું હતું મતલબ કે નિરીક્ષકોને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત

એવી વિગત પણ જાણવા મળી હતી કે આ વખતની નવી ટીમ 21 હોદ્દેદારોની હશે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, ખજાનચી સહિતના સમાવિષ્ટ હતી. દરેક હોદ્દા માટે ત્રણ-ત્રણ નામની પેનલ બંધ કવરમાં લઈ નિરીક્ષકો રાજકોટથી રવાના થયા હતા. ખાસ વાત એ રહી કે આ બેઠકમાં જૂના જોગીઓ અરવિંદ રૈયાણી, ઉમેશ રાજ્યગુરૂ, ગોવિંદભાઈ પટેલ સહિતના પણ હાજર રહ્યા હતા અને નિરીક્ષકોએ તેમની સાથે પણ નવી ટીમે અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત : પંતની વાપસી, શમીને ફરી ન મળ્યું સ્થાન,જાણો ટીમમાં કયા ફેરફાર કરાયા

સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે મહામંત્રી તરીકે એકાદ નામ રિપિટ થવાની શક્યતા છે પરંતુ એવું લાગી રહ્યું નથી. પ્રદેશ ભાજપ દ્વારા આખી ટીમ નવી બનાવવામાં આવી શકે છે. હાલના પ્રમુખ ડૉ.માધવ દવે અગાઉ મહામંત્રી તરીકે કાર્યરત હતા પરંતુ હવે તેઓ પ્રમુખ બની જતા તેમના સ્થાને નવું નામ આવશે. આ ઉપરાંત અન્ય બે મહામંત્રી તરીકે પણ નવા નામ સામે આવે તેવી શક્યતા હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ સહિતના હોદ્દા માટે પણ ભારે રજૂઆત થઈ હોવાનું બેઠકમાં હાજર લોકોએ જણાવ્યું હતું. હવે દસ નવેમ્બર બાદ નવી ટીમની રચના થશે ત્યારે તેમાં કોનું વજન પડ્યું હશે અને કોનું ચાલ્યું નહીં હોય તેનો ખ્યાલ આવી જશે.

Share Article

Other Articles

Previous

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહાનો તેમના જ મતક્ષેત્રમાં લોકોએ કર્યો જોરદાર વિરોધ, સિંહાએ કહ્યું, પથ્થરમારો થયો

Next

તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

તાજમહેલ નહીં તેજોમહાલય છે !! મહાશિવરાત્રિએ તાજમહેલમાં મહિલાએ ભગવાન શિવનો જળાભિષેક કર્યો, સંગમથી ગંગાજળ લાવી ચઢાવ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લશ્કર એ તોઈબાના કમાન્ડર સૈફુલ્લાહ કસૂરીના ઇશારે ટીઆરએફના આતંકીઓએ પહેલગામમાં હત્યાકાંડ આચર્યાનો ધડાકો
Breaking
10 મહિના પહેલા
પશ્ચિમ સરહદે પાકિસ્તાનને કરી ફરી નાપાક હરકત : અમૃતસરમાં કર્યો ડ્રોન એટેક, ભારતે આપ્યો જડબાતોડ જવાબ   
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
VIDEO: પંજાબની લો કોલેજમાં ચકચારી ઘટના! ક્લાસ રૂમના જ સ્ટુડન્ટે ગોળી મારીને વિદ્યાર્થીનીની કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર