ગુજરાતમાં આજથી SIR પ્રક્રિયાનો પ્રારંભ : મતદારયાદી સરખી કરવા મથામણ, જો તમારું નામ યાદીમાં ન હોય તો જાણો કયા દસ્તાવેજો આપવાના રહેશે?
રાજ્યભરમાં આજે મંગળવારથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરુ થઇ રહી છે. ચૂંટણી પંચે અગાઉ કરેલી જાહેરાત અનુસાર આ ઝુંબેશ દરમિયાન બુથ લેવલ ઓફિસર ઘર ઘરની મુલાકાત લેશે અને જરૂરી કાગળો ચકાસશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં દરેક મતદારે પોતાના જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે અથવા ફોર્મ ભરવું પડશે ટેઈ સુચના પણ આપવામાં આવી હતી.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, મતદારોની જરૂરિયાત મુજબ ત્રણ મુખ્ય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
ફોર્મ 6: જો તમે નવા મતદાર હો અથવા તમારું નામ હજી સુધી યાદીમાં ન હોય, તો આ ફોર્મ નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે ભરવું.
ફોર્મ 7: જો તમારું નામ મતદાર યાદીમાંથી હટાવવું હોય (દા.ત., સ્થળાંતર અથવા મૃત્યુના કિસ્સામાં), તો આ ફોર્મ ભરવું.
ફોર્મ 8 : જો તમારા મતદાર કાર્ડમાં સરનામું, નામ, કે અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય અને તેને સુધારવી હોય, તો આ ફોર્મ ભરવું.
જો તમારું નામ યાદીમાં ન હોય તો કયા દસ્તાવેજો આપવાના રહેશે?
- કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર
- 1.07.1987 પહેલા સરકાર/સ્થાનિક સત્તાવાળાઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર.પાસપોર્ટ
- માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
- સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસ પ્રમાણપત્રવન અધિકાર પ્રમાણપત્ર
- ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં પણ તે હોય)
- રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
- સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
SIR માટે આજથી ફોર્મ વિતરણ, 40 વર્ષીય મતદારોનું મેપિંગ
આ સમગ્ર પ્રક્રિયા બાદ એટલે કે ગણના બાદ 9 ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ દાવા અને વિરોધ નોંધાવી શકાય છે, જે 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી નોટિસ ફેઝ રહેશે, જેમાં સુનાવણી અને વેરિફિકેશનનું કામ કરવામાં આવશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ 2026 અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : હાલ હું જટાશંકર નજીક છું…જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંતના ગુમ થવા મામલે રહસ્ય વધુ ઘેરુ બન્યું, ટ્રસ્ટીને ફોન કરીને જાણો શું કહ્યું
ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હાથ ધરી ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા હાથ ધરવામાં આવી છે. જેમાં આજથી રાજકોટ શહેર અને જિલ્લામાં બુથ લેવલ ઓફિસર ડોર ટુ ડોર કામગીરી કરી મતદારોને એક ફોર્મ આપશે જે મતદારે ભરીને બીએલઓને પરત કરવાનું રહેશે. રાજકોટ જિલ્લામાં 23.85 લાખ મતદારો નોંધાયેલ હોય તંત્ર દ્વારા 45 લાખથી વધુ ફોર્મ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2001ની મતદાર યાદીની તુલનાએ એસઆઇઆર કરવામાં આવશે જેમાં 40 વર્ષથી વધુ ઉંમરના મતદારોની મેપિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ આજથી સમગ્ર રાજ્યમાં એસઆઇઆર અંતર્ગત મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા હાથ ધરવામાં આવી છે. એસાઈર અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાયેલ 23.85 લાખથી વધુ મતદારોની ચકાસણી માટે 2256 બુથ લેવલ ઓફિસર દ્વારા મતદારોનો ઘેર-ઘેર સમ્પર્ક કરી કુલ બે ફોર્મ આપવામાં આવશે. જે ફોર્મ તમામ મતદારોએ પોતે જ ભરવાનું રહેશે, ફોર્મ ભરવામાં બીએલઓ મતદારની પૂર્ણ મદદ કરશે. રાજકોટ જિલ્લામાં 23.85 લાખ મતદારો હોવાથી કુલ 45 લાખથી વધુ ફોર્મ છપાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એન.કે.મુછારના જણાવ્યા મુજબ મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા અંતર્ગત એસાઈર પ્રક્રિયા દરમિયાન 40 વર્ષની વય ધરાવતા મતદાર અગાઉ જે વિધાનસભા વિસ્તારમાં નામ ધરાવતા હશે તેના ભાગ નંબર અથવા તો ચૂંટણી કાર્ડ રજૂ કરશે તેવા મતદારો માટે એસઆઇઆર પ્રક્રિયા સરળ રહેશે. સાથે જ આવા મતદારોનું બીએલઓ એપ મારફતે મેપિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમને જણાવ્યું હતું. વધુમાં બીએલઓ એસઆઇઆરની કામગીરી માટે ત્રણ વખત તમામ મતદારોનો ડોર ટુ ડોર સમ્પર્ક કરશે.જેથી કોઈપણ મતદાર મતદાર યાદી સુધારણાની ઝુંબેશથી વંચિત નહીં રહે.
