હર્ષ સંઘવીને ગાંધીનગર-વડોદરા તો જીતુ વાઘાણી રાજકોટના પ્રભારી મંત્રી: જાણો કયા મંત્રીને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ
હજુ થોડા સમય પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ રચવામાં આવ્યું હતું. જેમાં અનેક જૂના અને દિગ્ગજ નેતાઓની બાદબાકી કરવામાં આવી હતી અને નવા તેમજ યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું વજન વધ્યું હતું તેમજ લાંબા સમયથી ડેપ્યુટી સીએમની ખાલી જગ્યા પૂર્ણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમજ રાજકોટના પ્રભારી મંત્રી તરીકે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને સહ પ્રભારી તરીકે ત્રિકમ છાંગાની નિમણુંક કરવાં આવી છે.
આ પણ વાંચો : નવો મહિનો નવા નિયમ : આજથી નવા GST સ્લેબનો અમલ શરૂ, LPGથી લઈને આધારકાર્ડ સુધી આ ફેરફારો તમારા ખિસ્સાને કરશે અસર
રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓની નિમણુંક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી
કનુભાઈ દેસાઈ: સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી
જીતુભાઈ વાઘાણી: અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી.
ઋષિકેશ પટેલ: અમદાવાદ અને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી
કુંવરજીભાઈ બાવળીયા: પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી
રાજકોટના પ્રભારી મંત્રી તરીકે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને સહ પ્રભારી તરીકે ત્રિકમ છાંગાની નિમણુંક
રીવાબા જાડેજા : બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી
નરેશભાઈ પટેલ: વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી
અર્જુનભાઈ મોઢવાડીયા: જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી
ડૉ. પ્રદ્યુમન વાજા: સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી
રમણભાઈ સોલંકી: ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી
| ક્રમ | પ્રભારી મંત્રીનું નામ | ફાળવેલ જિલ્લો / જિલ્લાઓ |
| 1 | હર્ષ રમેશકુમાર સંઘવી | વડોદરા, ગાંધીનગર |
| 2 | કનુભાઈ મોહનલાલ દેસાઈ | સુરત, નવસારી |
| 3 | જીતુભાઈ સવજીભાઈ વાઘાણી | અમરેલી, રાજકોટ |
| 4 | ઋષિકેશ ગણેશભાઈ પટેલ | અમદાવાદ, વાવ-થરાદ |
| 5 | કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા | પોરબંદર, દેવભૂમિ દ્વારકા |
| 6 | નરેશભાઈ મગનભાઈ પટેલ | વલસાડ, તાપી |
| 7 | અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયા | જામનગર, દાહોદ |
| 8 | ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા | સાબરકાંઠા, જૂનાગઢ |
| 9 | રમણભાઈ ભીખાભાઈ સોલંકી | ખેડા, અરવલ્લી |
| 10 | ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ | નર્મદા |
| 11 | પ્રફુલ છગનભાઈ પાનસેરીયા | ભરૂચ |
| 12 | ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ | છોટાઉદેપુર |
| 13 | પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી | ગીર સોમનાથ |
| 14 | કાંતિલાલ શીવલાલ અમૃતિયા | કચ્છ |
| 15 | રમેશભાઈ ભુરાભાઈ કટારા | પંચમહાલ |
| 16 | દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા | સુરેન્દ્રનગર |
| 17 | કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા | ભાવનગર, જૂનાગઢ (સહ પ્રભારી) |
| 18 | પ્રવિણભાઈ ગોરધનજી માળી | મહેસાણા, નર્મદા (સહ પ્રભારી) |
| 19 | ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત | ડાંગ |
| 20 | ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા | મોરબી, રાજકોટ (સહ પ્રભારી) |
| 21 | કમલેશભાઈ રમેશભાઈ પટેલ | બનાસકાંઠા, વડોદરા (સહ પ્રભારી) |
| 22 | સંજયસિંહ વિજયસિંહ મહીડા | આણંદ, ભરૂચ (સહ પ્રભારી) |
| 23 | પૂનમચંદ છનાભાઈ બરંડા | મહીસાગર, દાહોદ (સહ પ્રભારી) |
| 24 | સ્વરૂપજી સરદારજી ઠાકોર | પાટણ |
| 25 | રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા | બોટાદ |
