રાજકોટ પોલીસની છબી બગડવી ન જોઈએ! છ હત્યાઓ, લૂંટ, ફાયરિંગની ઘટના બાદ CP બ્રજેશ ઝાએ બોલાવી ક્રાઇમ કોન્ફરન્સ
રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વેથી શાંતિ ડહોળાઈ છે. છ હત્યા, લૂંટ અને બે ગેંગ વચ્ચે થયેલા સરાજાહેર ગોળીબારની ઘટનાએ જાણે પોલીસને પડકાર જ ફેંક્યો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ઉપરા-છાપરી બની રહેલી ક્રાઈમની ઘટનાઓને લઈને આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેર ઉચ્ચ અધિકારીઓ અને તમામ થાણા ઈન્ચાર્જ (પીઆઈ)ની તાબડતોબ મીટિંગ ક્રાઈમ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં સ્પષ્ટ સંદેશો અપાયો છે કે છેલ્લા દોઢ વર્ષથી કન્ટ્રોલમાં રહેલી કાયદો-વ્યવસ્થા, પોલીસની છબીમાં જે ઈમ્પ્રુવમેન્ટ (સુધાર) થયું છે તે કોઈ કાળે બગડવું ન જ જોઈએ. શહેરમાંથી ગુંડા તત્વોને ધરમૂળમાંથી નાબૂદ કરવા સહિત તાકિદ કરાઈ હોવાનું જાણવા મળે છે.
શહેર પોલીસના મુખિયા સી.પી. દ્વારા બેઠકમાં હાજર તમામ અધિકારીઓને સૂચના આપી હતી. ક્રાઈમના બનાવો સાંજના કે રાતના સમયે વધુ બનતા હોવાથી પોલીસ પેટ્રોલિંગ વધે, ફૂટ પેટ્રોલિંગ સાથે રસ્તા પર પોલીસની હાજરી દેખાવી જોઈએ. છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ શહેર પોલીસ છબીમાં સુધાર સાથે સારું કામ કરી રહી છે. આવી ઘટનાઓ અટકાવવા હજુ મહેનત કરીએ અને ગુંડા તત્વોને કાયદાનું ભાન કરાવો.
રાઉન્ડ રાખવો શહેરીજનોને પોલીસ આપણા માટે કાર્યરત સાથે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા વાહનો સામે એક્શન લેવા તાકીદ કરાઈ હતી. રસ્તા પર તો ઠીક આંતરિક વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કે પોલીસનો છે. કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે એલર્ટ છે તેવો અહેસાસરૂપ કાર્યવાહી કરવા શીખ અપાઈ હતી.
મીઠા શબ્દોમાં એવી ટકોર પણ કરાઈ હતી કે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ગુનાખોરી અટકાવવા તેમજ બનતા ગુનાઓમાં જે તે પોલીસ મથકોની મદદમાં હોય છે સાથે સ્થાનિક પોલીસ પર દોડવું રહ્યું. કોઈએ એવું ન માનવું કે તેઓ કાયમ છે, કામ બોલશે. સ્ટાફમાં ઘટ હોવાનો પણ આડકતરો સ્વીકાર કરાયો પરંતુ ટીમ બનીને શહેરની સુરક્ષા, જન વિશ્વાસ અકબંધ રહે તે મુજબ કાર્ય કરવા સૂચના આપી હતી. કોન્ફરન્સમાં તમામ ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
