લો બોલો! અલ્બેનિયાની AI નિર્મિત મહિલા મંત્રી ગર્ભવતી : 83 બાળકોને આપશે જન્મ, વાંચો શું છે સમગ્ર ઘટના
અલ્બેનિયાના AI આધારિત વર્ચ્યુઅલ મંત્રી “ડિયેલા” (Diella) “ગર્ભવતી” છે અને ટૂંક સમયમાં 83 બાળકોને જન્મ આપશે એવી નાટકીય જાહેરાત કરી અલબેલીયા ના વડાપ્રધાન એડી રામાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ “બાળકો” શાસક પક્ષના સાંસદ માટે વ્યક્તિગત વર્ચ્યુઅલ સહાયક તરીકે કામ કરશે.
રામાએ આ અણધારી જાહેરાત બર્લિનમાં યોજાયેલા ગ્લોબલ ડાયલોગ દરમિયાન કરી હતી. તેમણે કહ્યું, “આજે આપણે ડિયેલા સાથે જોખમ લીધું છે અને તે ખૂબ સારું કર્યું છે.
પ્રથમ વખત ડિયેલા ગર્ભવતી છે અને 83 બાળકો સાથે છે.” વડાપ્રધાનના જણાવ્યા મુજબ, આ “બાળકો” અથવા સહાયક સંસદની દરેક બેઠકમાં હાજર રહેશે, ચર્ચાઓનું રેકોર્ડિંગ રાખશે અને સાંસદોને એવી માહિતી આપશે જે તેઓ ગેરહાજર રહેવાને કારણે ચૂકી ગયા હોય. તેમણે કહ્યું કે દરેક “બાળક” પોતાના સાંસદનો સહાયક બનશે. તે બેઠક દરમિયાન શું કહેવાયું અને કોને જવાબ આપવો એ પણ સૂચવશે. આ બધાને તેમની માતા ડિયેલાનું જ્ઞાન મળશે.
રામાએ હાસ્યમિશ્રિત રીતે સમજાવ્યું કે જો કોઈ સાંસદ કૉફી પીવા જઈ ભૂલી જાય કે બેઠકમાં પરત આવવાનું, તો એ બાળક તેને જણાવી દેશે કે શું થયું અને કોને પ્રતિવાદ આપવો. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ 2026ના અંત સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
આ પણ વાંચો :પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
કોણ છે એઆઇ નિર્મિત મહિલા મંત્રી?
ડિયેલાને અર્થ સૂર્ય થાય છે. સપ્ટેમ્બર મહિનામ અલ્બેનિયાની જાહેર ખરીદી પ્રણાલીને પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે તેની મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તે જાન્યુઆરીથી “ઈ-અલ્બેનિયા” પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સહાય તરીકે કાર્યરત છે, જ્યાં તે નાગરિકો અને વ્યવસાયે માટે સરકારી દસ્તાવેજો મેળવવામાં મદદ કરે છે. ડિયેલાને સરકારી ટેન્ડર સંબંધિત તમામ નિર્ણયે લેવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી તમામ ફંડ અને પ્રક્રિયાઓ ૧૦૦ ટકા પારદર્શક રહે. વિશેષ વાત એ છે કે અલ્બેનિયા એ વિશ્વનું પહેલો દેશ છે જેણે કોઈ માનવ નહીં પરંતુ કૃત્રિમ બુદ્ધિથી બનેલી મંત્રીની નિયુક્તિ કરી છે. ડિયેલા માત્ર કોઽ અને પિક્સેલથી બનેલી એક AI એન્ટિટી છે. પરંતુ તેને સત્તાવાર મંત્રીના દરજ્જા સાથે રજૂ કરવામ આવી છે.
