વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
અમદાવાદ એર ઈન્ડિયાની દુર્ઘટના થયા બાદ બધા પાયલોટ સાવચેત થયા છે અને નાની-નાની બાબતો પ્રત્યે પણ તકેદારી રાખતા થયા છે. ડયુટી પૂરી થઈ ગયા બાદ પાઈલોટે ઉડાન ભરવાની ના પાડી દીધી હોય એવી પણ અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે તાજેતરમાં જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવો બનાવ સામે આવ્યો હતો જેમાં વારાણસી – અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટમાં પાયલોટની ડ્યુટી પુરી થઈ જતા પેસેન્જરોને કલાકો સુધી એરપોર્ટ રાહ જોવી પડી હતી.
છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર રાજકોટના હીરાસર એરપોર્ટ પર અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવતી હોય છે ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારાણસીથી રાજકોટ ડાયવર્ટ કરાયેલી ફલાઇટનાં પાયલોટની ડ્યુટી પુરી જતાં તેને ફલાય કરવાની ના પાડી દીધી હતી, જેને કારણે વારાણસી -અમદાવાદની ઈન્ડિગોની ફલાઇટમાં પેસેન્જરોને સાડા ત્રણ કલાક બેસી રહેવું પડયું હતું.
આ પણ વાંચો :ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
આ દરમિયાન અમદાવાદથી અન્ય ફલાઈટ મોકલવામાં આવી હતી અને વારાણસીથી આવેલી આ ફલાઈટમાં રાજકોટનાં 5 પેસેન્જરો હોવાથી તેને હીરાસર ઉતારી દેવામાં આવ્યાં હતાં.જ્યારે અહીં લેન્ડિંગ કરેલી ફલાઇટ આજે સવારે 9.30 કલાકે રવાના થઈ હતી. ત્યારે કહી શકાય કે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પાયલોટ સાવચેત થયા છે અને ઓવર ડ્યૂટી ન્ કરીને મુસાફરોની સુરક્ષાને પણ ધ્યાને લેતા થયા છે.
