શાહરૂખ ખાનના ફેન્સ માટે ખુશખબરી! આ ધમાકેદાર ફિલ્મો થિયેટરોમાં ફરી થશે રીલીઝ, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
શાહરુખ ખાન જેને બૉલીવુડનો બાદશાહ અને રોમાન્સનો કિંગ કહેવામાં આવે છે. શાહરુખ ખાનની ફિલ્મો હંમેશા એવરગ્રીન હોય છે. ત્યારે હવે શાહરૂખ ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમની ઘણી શ્રેષ્ઠ ફિલ્મો થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. પોતાની ફિલ્મોના પોસ્ટર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, ” Some of my previous films are coming back to the theatres. The man in them hasn’t changed much – just the hair… and a little more handsome. ત્યારે ચાલો જાણીએ કે શાહરૂખ ખાનની કઈ ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવાની છે.
શાહરૂખ ખાને પોસ્ટમાં શું લખ્યું?
શાહરૂખે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની ફિલ્મોની કોલાજ રીલ શેર કરી. તેમણે લખ્યું, “મારી ભૂતકાળની કેટલીક ફિલ્મો થિયેટરોમાં પરત ફરી રહી છે. Some of my previous films are coming back to the theatres. The man in them hasn’t changed much – just the hair… and a little more handsome. શાહરૂખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ 31 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે! મારી ફિલ્મો ભારત, મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પસંદગીના થિયેટરોમાં રીલીઝ કરવામાં આવશે.”

આ ફિલ્મો ફેસ્ટિવલના ભાગ રૂપે રિલઝ કરવામાં આવશે
શાહરૂખ ખાન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાની ફિલ્મો થિયેટરોમાં રિલઝ કરવામાં આવશે, જેમાં “કભી હાં કભી ના,” “દિલ સે,” “દેવદાસ” (2002), “મૈં હૂં ના” (2004), “ઓમ શાંતિ ઓમ” (2007), અને “જવાન” (2023)નો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલ 31 ઓક્ટોબરથી શરૂ થશે અને 2 નવેમ્બરે અભિનેતાના 60મા જન્મદિવસ સુધી ચાલુ રહેશે. તે દેશના 30 શહેરોમાં 75 થી વધુ થિયેટરોમાં બે અઠવાડિયા સુધી ચાલશે.


શાહરૂખ ખાનનો વર્કફ્રન્ટ
શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની “ડંકી” (2023) માં જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં સિદ્ધાર્થ આનંદની “કિંગ” માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, અભય વર્મા, જયદીપ અહલાવત, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ અને અન્ય કલાકારો અભિનય કરશે.

