સોશિયલ મીડિયામાં રીલ્સના શોખીનત્રણ psi અને13 કોન્સ્ટેબલસામે તપાસ
રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર બહાર પડી પ્રતિબંધ લગાવ્યા છતાં રીલ્સબનાવી ભારે પડી
સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ બધાને ફેમસ થવું હોય છેજેમાં પોલીસ કર્મીઓ પણ કેમ પાછળ રહે સોશિયલમીડિયાપરફેમસ થવા પોલીસયુનિફોર્મમાંરીલબનાવવીત્રણ પીએસઆઈઅને13 કોન્સ્ટેબલને ભારે પડી છે. જેમાં પીએસઆઈ જે.બી. આહિર,પીએસઆઈ એચ.આઈ.જેબલિયા, પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કર્મરાજસિંહ,મનોજ મકવાણા,પ્રતિક્ષાબા,કોમલ,દર્શન જોષી,રોહિત પ્રજાપતિ,એસ.આર. કનૈયા,વૈશાલી પરમાર,એસ.કે.પંડ્યા,પ્રણવ ધાંધલા,ધવન માળી સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.
રાજ્યનાડીજીપીદ્વારાકરવામાંઆવેલાપરિપત્રમામલેકાર્યવાહીના આદેશ અપાયા છે.યુનિફોર્મસાથેકોઈપોલીસકર્મીરિલ્સનહિબનાવવાડીજી દ્વારા આદેશકરવામાંઆવ્યોહતો. પોલીસ વડાના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના સભ્યો માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતા 2023 બહાર પાડવામાં આવેલી હતી. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતાનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સોશિયલ મીડિયાના ઉપયોગ બાબત આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નહતો.કેટલાક પોલીસ કર્મચારીઓએ રીલ બનાવી હોય આવા પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે. સીઆઇડી ક્રાઇમદ્વારારાજ્યભરનાપોલીસકર્મીનાંસોશિયલમીડિયાએકાઉન્ટનીતપાસકરવામાંઆવી હતી જેમાં 3 પીએસઆઈઅને13 કોન્સ્ટેબલસોશિયલ મીડિયા પર એક્ટિવહોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યાહોવાનો રિપોર્ટ ડીજીપીને આપ્યો હતો. જેમાં 3 પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કરાયો છે.રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. તેમજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહીતેમજ વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.